30 વર્ષ જુની પરંપરાગત પ્રથમ વખત તૂટી, આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાની પતંગ નહી ચગાવે…

1058
Published on: 1:59 pm, Thu, 14 January 21
ઉત્તરાયણની ઉજવણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમટાઉન રાજકોટ માં દર વર્ષની માફક મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી નહી કરે. દર વર્ષે સીએમ અને તેમના 12 મિત્રો પરિવાર સાથે મકર સંક્રાતિની ઉજવણી કરતા હતા.તાજેતરમાં જ મિત્રોમાંના એક સાંસદ ભારદ્વાજ ની વસમી વિદાયને લઈ આ વર્ષે મુખ્યમંત્રી ઉત્તરાયણ નહીં ઉજવે. એક મિત્રના નિધનના કારણે આ વર્ષે મુખ્યમંત્રી સહિતના મિત્રો માટે મકરસંક્રાંતિ ફિક્કી બની છે.

બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મોડીસાંજે અમદાવાદ પહોંચ્યા છે અને ઉત્તરાયણ સુધી અમદાવાદમાં રોકાશે. પરંતુ આ વર્ષે અમિત શાહ ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવે. અમિત શાહ પરિવાર સાથે જ મકરસંક્રાંતિની ઉજવણી ઘરે જ કરશે.

અત્રે અભય ભારદ્વાજને કોરોના થયા બાદ વધુ સારવાર અર્થે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. આ સમયે પણ ડોકટરની સલાહ મુજબ તેમના અંગત મિત્રોના અવાજ સંભળાવવા તબીબોએ સલાહ આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ ઓડિયો સંદેશો મોકલી ‘જલ્દીથી સાજો થઇ પરત આવ, આપણે ઉત્તરાયણમાં સાથે પતંગ ઉડાવવાની છે…’ વાક્યનો સંદેશો મોકલ્યો હતો. પરંતુ કમનસીબે અભયભાઈના નિધનથી આ વર્ષે મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવી શક્યા નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ