સુરત : દારૂબંધી : સળગતી કારના બોનેટમાંથી નીકળી દારૂની 62 બોટલો..

852
Published on: 6:43 pm, Thu, 28 January 21
સુરત ગુજરાત

રાજ્યમાંથી અવારનવાર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હોવાંની ઘટના સામે આવતી હોય છે. આની સાથે-સાથે આપને જણાવી દઈએ કે, રાજ્યના સુરત શહેરમાં ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે.

થોડા દિવસ અગાઉ જ શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં કારમાંથી દેશી દારૂની હેરાફેરી કરી રહેલ 2 ઇસમોને અમરોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતાં. આની સાથે જ પોલીસ દ્વારા કાર અને દેશી દારુ મળીને કુલ 89,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા પોલીસથી બચવા માટે કારમાં પ્લાસ્ટિકની ગુણમાં દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેની તપાસ કરતાં પોલીસને કુલ 180 લિટર જેટલો દારૂ મળી આવ્યો હતો. જેને કારણે પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં આગની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પરંતુ આ આગની ઘટના (fire incident) બાદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બળેલી કારમાંથી પોલીસને દારૂની બોટલો મળી આવી હતી. વરાછામાં ઇશ્વરકૃપા 3 રસ્તા પાસે આહિર સમાજની વાડી પાસે રસ્તા પર પાર્ક કરેલી કારમાં આગ (fire in car) લાગી હતી. ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયર બ્રીગેડ આગ બુઝાવવા ગઈ હતી.ત્યારે કારમાંથી દારૂની ભરેલી (liquor caught in buring car) 62 બાટલી અને 5 ખાલી મળી હતી. બોનેટની નીચે પણ બાટલીઓ સંતાડી રાખી હતી. પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં આ નંબર પ્લેટ બોગસ નીકળી હતી.

વરાછા, લંબે હનુમાન રોડ પર છે શ્વર કૃપા ત્રણ રસ્તા પાસે આગની લપેટમાં સપડાયેલી કારના બોનેટમાંથી નાની-મોટી 62 જેટલી દારૂની બોટલ મળી આવતા ફાયર ફાઈટિંગ કરતા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા. વરાછા લંબે હનુમાન રોડ પર ઇશ્વર કૃપા ત્રણ રસ્તા પર આહીર સમાજની વાડી પાસે એક કારમાં આગ ભડકે બળી રહી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી.

ત્યારબાદ કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર વિનોદ રોજીવડીયા લાશ્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં કારના બોનેટનો ભાગ અને સીટો બળી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ કારમાં ભડકેલી આગ કાબૂમાં લઈ રહી હતી, ત્યારે બોનેટના ભાગે છુપાવી રાખેલી દારૂની બોટલો દેખાઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન કારની આગળ વલસાડ અને પાછળ સુરત પાસિંગની નંબર પ્લેટ દેખાઈ આવી હતી. વરાછા પોલીસે કારમાંથી રૂ.20,610ની કિંમતની 62 નંગ નાની મોટી દારૂની બોટલ અને કાર મળી 1 કુલ્લે રૂ 1,20,610ની મતા કબજે કરી જ્યારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ 5 ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આપવા માટે અરજ છે.
ફરિયાદી નું નામ:- કે એચ ગજેરા એડવોકેટ અને ધારા જે.અકબરી એડવોકેટ

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ