ગઇકાલે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા કોંગ્રેસ ના ઉમેદવારો ને ચીમકી : ઉમેદવારી ફોર્મ પરત ખેંચે નહિ તો… જાણો સમગ્ર માહિતી.

934

પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત

સુરતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. તો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કરતા ખળભળાટ મચ્યો છે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે.

પાસ નેતા ધાર્મિક માલ્યાએ વોર્ડ નંબર ત્રણમાંથી પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે વેસુ સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા . કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજીયાને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજીયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો . ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે અન્યાય કર્યો હવે કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે.

સુરત પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, કોંગ્રેસને હરાવવા માટે અમે તમામ પ્રયાસો કરીશું કારણકે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું તે પાણ્યું નથી અને તેના કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે. આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય કરાવીને આપીશું.

ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવા નો છેલો દિવસ હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા અચાનક પાટીદાર સાથે ટીકીટ મામલે બોલા ચાલી થતા પાસ નેતા અલ્પેશ કથીરિયા એ ઉમેદવારો ને ફોર્મ ન ભરવા કહ્યું જેથી પાટીદાર સમાજ ના ઉમેદવારો એ ફોર્મ ન ભર્યા. અને સાંજે જ એક પાટીદાર સમાજ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વધુ એક બોમ્બ ફોડ્યો.

પાટીદાર સમાજ ના લોકો એ કોંગ્રેસ તરફ થી ઉમેદવારી નોંધાવી હોય તે લોકો 2 દિવસ પછી ફોર્મ પરત ખેંચે નહિ તો સુરત માં કોંગ્રેસ ની કાર્યાલય નહિ ખોલી શકે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317