પાટીદાર અને કોંગ્રેસ વિવાદ
- સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે વિવાદ
- કોંગ્રેસના નેતાઓએ અલ્પેશને સમજાવવા ફોન કર્યા
- હવે ફોન કરે એનો કોઈ અર્થ નથી: અલ્પેશ
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસને સબક શિખવાડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત સુધી પાટીદાર સમાજના લોકો સાથે બેઠકો કરીને કઈ દિશામાં મતદાન કરવું એ અંગેની અપીલ કરવામાં આવી રહી છે, જેને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સત્યપત્ર નામની એક પત્રિકા આજે સવારે બહાર પાડવામાં આવી છે, જેમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અન્યાય કર્યો, ભાજપે દમન ગુજાર્યો હોવાનું લખ્યું છે. આ સાથે પાટીદાર ઉમેદવારોને ફાર્મ પરત ખેંચવાની અપીલ છતાં એક ઉમેદરવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું લખ્યું છે. જોકે હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં હોવા છતાં સુરતના પાસના કન્વીનર અને પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયને લઈને હજી સુધી એકપણ નિવેદન આપ્યું નથી, જેને લઈને શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.
સુરતમાં કોંગ્રેસ અને PAAS વચ્ચેનો વિખવાદ પુરુ થવાને લઇને નામ લઇ રહ્યો નથી. ત્યારે બીજી તરફ PASSના અલ્પેશ કથિરિયાને સમજાવવા કોંગ્રેસના નેતાઓ મેદાનમાં પડ્યાં છે. PAASના નેતા અલ્પેશ કથિરિયાને સમજાવવા માટે કોંગ્રેસના નેતાઓએ ફોન કર્યાં. જો કે તેને અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જ્યારે જરુર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ ફોન ઉપાડ્યાં નહી.
થોડા દિવસ પહેલા સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે કદાચ શહેરની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેનો છેલ્લો દિવસ હતો. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ સુરત કોંગ્રેસમાં એક ફટકો પડ્યો છે.
પાટીદાર ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
પાસ દ્વારા શહેરના તમામ પાટીદાર સમાજના નેતાઓ કે જેમણે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી તેમને અપીલ કરી હતી કે સમાજના સમર્થનમાં તેઓ પણ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચે છે, પરંતુ પાસનું કઈ ઊપજ્યું ન હતું. પાસના નેતાઓઓને કોંગ્રેસમાં ઉમેદવારી કરનાર પાટીદાર સમાજના નેતાઓએ ગણકાર્યા સુધ્ધાં નહોતાં. તેમણે સ્પષ્ટ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટે ઇનકાર કરી દીધો હતો.
જેમાં અંતિમ ઘડીએ જ કોંગ્રેસમાંથી એક વિકેટ ખડી ગઈ છે. જોકે એવું નહોતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા. પરંતુ કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી તેણે ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી પલટી મારી. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ 1 સીટ પર હારી ગઈ.
જે નેતાઓ પર પાસનું વર્ચસ્વ જોવા મળતું હતું તેમણે પણ પાસની નોંધ સુધ્ધાં લીધી નહોતી. એકમાત્ર જ્યોતિ સોજીત્રાએ કોંગ્રેસમાંથી પોતાનો ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું, એ સિવાય એક પણ કોંગ્રેસના ઉમેદવારે સમાજના સમર્થનમાં પોતાની ઉમેદવારી પરત લીધી ન હતી, જેને કારણે પાસના નેતાઓ નામોશીભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
સમગ્ર મામલો બે ટિકિટ ન મળવા પરથી ઉઠ્યો
સુરતમાં PAAS દ્વારા બે ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે એક જ ટિકિટ આપી હતી. એક ટિકિટ પર ધાર્મિક માલવિયાએ દાવેદારી નોંધાવવાની હતી. પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિકે દાવેદારી પરત ખેંચી લીધી છે. અને PAAS દ્વારા વિરોધનો મોરચો ખોલી દેવાયો છે.
સત્યપત્રમાં ભાજપે દમન ગુજાર્યો હોવાનો પણ ઉલ્લેખ
પત્રિકામાં ભાજપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપે પાટીદાર સમાજ પર જે દમન કર્યું છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા છે એને હજી સુધી પરત ખેંચ્યા નથી તેની પણ વાત કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં જે ઉમેદવારોને ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું એ આપી ન હોવાથી સમાજ સાથે અન્યાય થયો હોવાની વાત પાસના કન્વીનરો કરી રહ્યા છે, ત્યારે તેઓ કોને મત આપી વિજય આપવો એ અંગે ખોલીને કોઈ વાત નથી કરતા .તેઓ સ્પષ્ટપણે ભાજપનો વિરોધ કરવો એ પ્રકારની પણ વાત નથી કરતા. એને લઈને હવે સમાજમાં એક મોટી શંકા ઊભી થઈ રહી છે.
હાર્દિક પટેલે એકપણ નિવેદન આપ્યું ન હોવાથી ચર્ચાના કેન્દ્રસ્થાને
મહત્ત્વની બાબત એ છે કે પાટીદાર અનામત આંદોલનથી નેતા બનનાર હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં હોવા છતાં સુરતના પાસના કન્વીનર અને પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયને લઈને તેણે હજી સુધી એક પણ નિવેદન આપ્યું નથી. ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે પાસ જો અન્ય કોંગ્રેસના ઉમેદવારોને સમાજના સમર્થનમાં પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અપીલ કરતું હોય તો હાર્દિક પટેલને પણ કોંગ્રેસ પક્ષ છોડવા માટે કેમ અપીલ નથી કરતું, એને લઇને સુરત શહેરમાં ચર્ચા શરૂ થઈ છે.
સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેનો કકળાટ હજી શમ્યો નથી. તેના પર પાસ હવે કોંગ્રેસ સામે વધુ આક્રમક બન્યું છે. આવામાં પાસે સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. આ સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસે કઈ રીતે દગો કર્યો તેની માહિતી આપી છે. ‘સત્ય પત્ર’માં પાસ દ્વારા વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કરાયું છે.
સુરતમાં ‘સત્ય પત્ર’ જાહેર કરીને પાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ ‘સત્ય પત્ર’ બહાર પાડ્યું છે. જેમાં પાસે જણાવ્યું કે, આ સત્યપત્રને જનતા સમક્ષ પહોંચાડવામાં આવશે. સુરતની દરેક સોસાયટી સુધી અમે આ સત્ય પત્ર પહોંચાડીશું. દરેક પાટીદાર પ્રભાવી વિસ્તારો સુધી આ પત્ર પહોંચાડાશે. સત્ય પત્રમાં જે પણ વાત છે, તે હકીકત છે. પૂરાવા સાથે વાત કરવામાં આવી છે. સમાજ સામે સાચી હકીકત આવે તે માટે શક્યત તમામ પ્રયાસો કરીશું. કઈ રીતે કોંગ્રેસે દગો કર્યો તેની ‘સત્ય પત્ર’માં માહિતી આપી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317