વીર બજરંગ સેવા સમિતિ
સુરત ખાતે સામાજીક પ્રવૃતિઓ કરતી વીર બજરંગ સેવા સમિતિ નામની સંસ્થા દ્વારા દર વર્ષ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ ના સમૂહ લગ્નનું આયોજન કરે છે..
પરંતુ સમયને ધ્યાનમાં રાખીને શહેરના લોકોને દાન તેમજ કરિયાવર માટે આપવા માટે અપીલ કરાય છે..
સુરત શહેરમાં સામાજીક કાર્ય કરતી સંસ્થા દ્વારા સુરતના યોગીચોક માં દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગની દીકરીઓના લગ્ન કરાવે છે એટલું જ નહીં પરંતુ કરિયાવર 111 જેટલી વસ્તુઓ પણ કરિયાવર તરીકે આપે છે સાથે સમાજને કંઈક ઉપીયોગી થાય તેવી સમૂહ લગ્નમાં થીમ પણ રાખવા માં આવે છે.
સર્વ પ્રથમ દરેક વરવધુઓ ને હેલ્મેટ આપી ટ્રાફિક બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો જેમાં 22 થી પણ વધુ નાના નાના ભૂલકાઓ એ આગમાં જીવ ગુમાવ્યો તેને ધ્યાનમાં રાખીને અને એ 22 ભૂલકાઓ ને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અને સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરીઓ રસોઈ ઘરમાં એકલી જ હોય છે અને દરેકના ઘરમાં ગેસની બોટલો હોય છે અને કોઈ દિવસ આવો આગનો બનાવ બને અને તેમાં થી દીકરીઓ પોતે અને બીજાને બચાવી શકે માટે સંસ્થા દ્વારા સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને કરિયાવર માં ફાયર સેફટીની બોટલો આપીને એક સમાજમાં સંદેશો આપ્યો હતો કે દીકરીને લાખો રૂપિયાનો કરિયાવર આપશો એ મહત્વનું નથી પરંતુ તેને જીવનમાં કામની વસ્તુ આપો જેથી કરીને દીકરી પોતાનો અને પરિવાર નો પણ જીવ બચાવી શકે.
તેવી જ રીતે દર વર્ષની જેમ આવતી 25 એપ્રિલના રોજ સીમાડા ખાતે વીર બજરંગ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 25 જરૂરિયાતમંદ યુગલો પ્રભુતામાં પગલાં ભરશે પરંતુ હાલમાં કોરોના મહામારી અને મંદીના અણસાર થી દાતાઓ માં પણ મંદીનું મોજું ફરી વળતા સંસ્થા એ જનતાને અપીલ કરી છે કે સમૂહ લગ્નમાં નાના માં નાનો વ્યક્તિ પણ આ દીકરીઓને કરિયાવર માં કઈક ને કઈક વસ્તુઓ આપી શકે છે જેથી કરીને આ ગરીબ દીકરીઓ ના બાપના ખંભેથી લગ્નનો ભાર હળવો કરી શકીએ અને આપણે સેવા ના ભાગીદાર બનીએ.
સંસ્થાએ સેવા સહકાર અને દાન આપવા અને માહિતી મેળવવા માટે પ્રમુખ નિખિલ વકાણી નો સંપર્ક નં 9033470231 પર સંપર્ક કરવા પણ જણાવ્યું છે..
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317