સુરતના કતારગામમાં હત્યા મામલે બનવી એ સાળાની ચપ્પુના ઘા મારી હત્યા કરી , જુઓ લાઈવ વિડીયો..

2313
Published on: 6:09 pm, Thu, 11 March 21

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટી, બાપાસીતારામ ચોક બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છૂટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્ક નું કામકાજ કરતા હતા.

હાલમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો ખુબ જ વિરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે હુમલાખોરોએ લાકડાના ફટકા સહિતના અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો જેથી રસ્તામાં જાહેરમાં માર મારતા પરિવારના સભ્યો અને સ્થાનિકોને પણ બચાવવા વચ્ચે પડ્યા હતા તેમ છતાં હુમલાખોરે મારવાનું શરૂ રાખ્યું હતું જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ઘટનાના પગલે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં મોટાભાઈ જયેશનું મોત નીપજ્યું હતું.

સુરતઃ સાળાએ જાહેરમાં તલવાર વડે સાળા ઉપર કર્યો હુમલો, થયું મોત, કારણ છેં  ચોકાવનારું - Police Parivar

પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની માથાકુટમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ હત્યા સુધી પહોંચાડી દીધો હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. બનેવી દ્વારા કરાયેલા હુમલામાં મૃતક જયેશભાઇના નાનાભાઈ, તેમની સગર્ભા પત્ની, માતા અને વિધવા થઈ ગયેલી જયેશભાઇની પત્નીને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મંગળવારની સાંજે બનેલી આ ઘટના બાદ બન્ને ભાઈ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ આવતાં જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયેશભાઇને છાતીમાં 3 અને પેટમાં 1 ઘા અને નિતેશને છાતી અને કમર પર 3-4 ઘા મરાયા હતા. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા.

Surat Four arrested in Katargam murder case latest crime news live murder  video ap– News18 Gujarati

મળતી માહિતી અનુસાર, જયેશભાઇની બહેન પ્રીતિને એક 17 વર્ષની દીકરી સાથે બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. બાળકો પણ આપ્યાં ન હતાં. આ બાબતે પોલીસ સ્ટેશનમાં કેસમાં ચાલી રહ્યો છે. એક વર્ષમાં લગભગ ચારવાર મહેશે સાળાઓ સહિત તમામ સાસરિયાંને ધમકાવી છૂટાછેડા લેવાનો પ્રયાસ પણ કર્યો છે. 5 દિવસ પહેલાં પણ મહેશે સાસરીમાં ધમાલ મચાવી છૂટાછેડા આપી દો, નહિતર એકને તો હું કાપી જ નાખીશ એવી ધમકી પણ આપી હતી.

બનાવની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે ઘટનાને અંજામ આપી બનેલી મહેશ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી છે જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી બનેવી મહેશભાઇ માધુભાઇ જાંજમેરા, તેના પિતા માધુભાઇ રાઘવભાઇ જાંજમેરા, માતા વીમળાબેન માધુભાઇ જાંજમેરા તેમજ ભાઈ મનસુખભાઇ માધુભાઇ જાંજમેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317