16 કરોડનું ઈન્જેક્શન પણ કામ ન આવ્યું
દુર્લભ બીમારીએ બાળકીનો ભોગ લીધો
હજારો લોકોની પ્રાર્થનાઓ અને 16 કરોડનું ઈન્જેક્શન પણ 11 મહિનાની વેદિકા શિંદેને ના બચાવી શકી. રવિવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને પુણેની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાતે બાળકીના શ્વાસ અટકી ગયા હતા.
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં રહેતા સૌરભ શિંદેની દીકરી વેદિકાને સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી નામની જિનેટિક બીમારી હતી. માતા-પિતાએ ક્રાઉડ ફન્ડિંગથી 16 કરોડ રૂપિયા જમા કરીને અમેરિકાથી જોલગેન્સ્મા નામનું ઈન્જેક્શન મગાવ્યું હતું. કરોડો રૂપિયાના ઈન્જેક્શનની ખરીદીમાં મદદ કરવા માટે દુનિયાભરમાંથી લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું. જો કે ઈન્જેક્શન અપાયા છતાં તેને બચાવી શકાઈ નહીં અને એક મહિના બાદ તેનું મોત થયું.
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 (SMA Type-1) સામે ઝઝૂમી રહેલી 11 મહિનાની બાળકી વેદિકા શિંદેએ આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ. પુનાની આ બાળકીને દુર્લભ બીમારી હતી. તેને બચાવવા માટે તમામ કોશિશો કરાઈ હતી. 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન પણ લગાવવામાં આવ્યું હતું. પરંતુ તેને બચાવી શકાઈ નહીં.
વેદિકાને જૂનમાં આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી વેદિકાની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. વેદિકાનો પરિવાર પણ ઘણો ખુશ હતો અને વેદિકાની કહાની સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વાઇરલ થવા લાગી હતી. જોકે પરિવારની આ ખુશી બહુ લાંબો સમય ના ટકી અને રવિવારે રાત્રે વેદિકાએ દુનિયાને અલવિદા કહી દીધું.
વેદિકાને દોઢ મહિના પહેલા આ ઈન્જેક્શન અપાયું હતું. અમેરિકાથી આવેલા આ ઈન્જેક્શન માટે સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પણ હટાવી હતી.ઈન્જેક્શન લીધા બાદ વેદિકાની હાલત સુધરવા લાગી હતી પરંતુ શ્વાસ લેવામાં અચાનક મુશ્કેલીઓ ઊભી થતા બાળકીને 1 ઓગસ્ટ રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું.
વેદિકાના આ રીતે અચાનક નિધનથી તેની મદદ કરનારા ઘણા લોકો અને પરિવારજનો ખૂબ આઘાતમાં છે. 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપ્યા પછી પણ વેદિકાનું મોત કેવી રીતે થયું એ વિશે લોકો સવાલ ઊભા કરી રહ્યા છે, આ બીમારીમાં ઉપયોગમાં લેવાતું ઈન્જેક્શન જોલગેન્સ્મા ઈન્જેક્શન અમેરિકા, જર્મની અને જાપાનમાં બનાવવામાં આવે છે. ઈન્જેક્શનનો માત્ર એક ડોઝ જ પૂરતો હોય છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317