વડોદરા : શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા, કેમેરાથી ચહેરો છુપાવીને ભાગ્યા..

832
Published on: 6:50 pm, Wed, 25 August 21

વડોદરા ભાજપ યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહ સહિત જુગાર રમતા 11 શકુનીઓ ઝડપાયા છે. કારેલીબાગ, અમિતનગર સર્કલ પાસે આવેલ વામા ડુપ્લેક્ષમાં શ્રાવણીયો જુગાર રમાતો હતો ત્યારે પોલીસે રેડ પાડી હતી. તમામ જુગારીઓની ધરપકડ કરીને હરણી પોલીસે 70,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ ખાનદાની નબીરા છે.

પોલીસે મકાન માલિક માલિક અને વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી સહિત 11 જુગારીયાને 75 હજાર રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે જુગાર રમતા ખાનદાની નબીરા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી અને કેમેરાથી ચહેરો છુપાવવા નબીરાઓ ભાગ્યા જોવા મળ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રમાઇ રહેલા જુગાર ઉપર પોલીસે દરોડા પાડી 7થી વધુ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ અને હરણી પોલીસ ને બાતમી મળી હતી કે, અમિતનગર સર્કલ પાસે આવેલા વામા ડુપ્લેક્સમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં શહેરના ખાનદાની નબીરાઓ જુગાર રમતા પકડાયા છે. પોલીસને જોઈને જ નસીરાઓમાં અફરાતરફી મચી ગઈ હતી. તમામે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તો કેટલાક મોઢુ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે 11 જેટલા જુગારીઓને પકડી પાડ્યા છે. પોલીસે તમામ જુગારીઓ પાસેથી 75,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ લોકો તીન પત્તી જુગાર રમતા પકડાયા હતા.

પોલીસે આ બનાવમાં જુગારના દાવ ઉપરથી રૂપિયા 59,950 તેમજ અંગજડતી કરી રૂપિયા 15,780 મળીને કુલ રૂપિયા 75,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોડી રાત્રે પોલીસે વામા ડુપ્લેક્ષમાં દરોડો પાડી જુગાર રમતા 11 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે તમામ સામે જુગારધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કોણ કોણ પકડાયું 

 • સ્નેહલ ભાસ્કરભાઇ શાહ, મકાન માલિક
 • શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત ધર્મેશભાઇ શાહ
 • દિપ મહેશભાઇ પટેલ
 • પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર
 • હર્ષ દિલીપસિંહ રાઠોડ
 • શરત પન્નાલાલ ચોક્સી
 • ઉત્સવ પરેશભાઇ શાહ
 • ધર્મેશ ધીરજભાઇ બાથાણી
 • પ્રિયમ શાંતિલાલ શાહ
 • રાજેશ વસંતભાઇ પટેલ
 • આશિષ પ્રકાશભાઇ ઠક્કર

કારેલીબાગના આ જુગારધામમાં જુગાર રમવામાં વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ પણ સામેલ હતો. તેની ધરપકડને પગલે વડોદરા ભાજપના નેતાઓમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. તો બીજી તરફ, તુલસીવાડી વિસ્તારમાં પણ પકડાયેલા જુગારધામમાં પોલીસે 11,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317