સુરત : માસ્ક પહેરવા બાબતે પોલીસ કમિશનર અને સુરત મેયર ના અલગ અલગ નિવેદન થી લોકો માં મુજવણ..

1076
Published on: 2:16 pm, Fri, 26 March 21
સુરત ગુજરાત

સુરત મેયર અને પોલીસ કમિશનર ના અલગ અલગ નિવેદન નું લોકો મુંજવણ માં

મેયર કહે છે કે માસ્ક નહિ તો દંડ નહિ

પોલીસ કમિશનર કહે છે કે માસ્ક તો ફરજિયાત પહેરવું જ પડશે નકર દંડ મળશે

ગઈકાલે સુરતના મેયર અને ભાજપના પદાધિકારીઓએ ભારે ઉપાડે જાહેરાત કરી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય અને હવે પાલિકા અને પોલીસ દંડ નહી લે પણ માસ્ક આપસે.. આ નિર્ણય મામલે અનેક અસમંજસ સર્જાયા હતા. જેના બાદ આજે જાહેરાતના 24 કલાક પણ પુરા નથી થયા ત્યા જ માસ્ક મુદ્દે દંડ નહી લેવાનો નિર્ણય બદલી નાખવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આજે સવારે સ્પષ્ટતા કરી છે કે, માસ્ક નહી પહેરો તો દંડ તો વસૂલાશે જ.

પાલિકા-પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ

સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પણ આડકતરી રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી માસ્ક નહીં પહેરનારાઓને દંડ નહીં કરવામાં આવે. એક પ્રકારે લોકોમાં એવો મેસેજ ગયો કે માસ્કના દંડથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે. બંને નિવેદનોમાં સતત વિરોધાભાસ સામે આવવાના કારણે લોકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. ગઈકાલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલું નિવેદન અને આજે પોલીસ કમિશનર અજયકુમાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ભારોભાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

પોલીસ કમિશનરની આ જાહેરાત બાદ હવે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જાહેરાત તો કરી દીધી હતી પણ હવે માસ્કના દંડને લઈ તે પોતે હવે સ્પષ્ટ નથી. સવારે મીડિયા સાથે વાતચીતમાં મેયરે જણાવ્યું કે, તમામને અપીલ કે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે. કાયદાકીય કાર્યવાહી તો એની રીતે થશે. પ્રજાને અપીલ કે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે માસ્ક પહેરો તો કાર્યવાહી નહીં થાય. માસ્ક નહીં પહેરો તો તમને માસ્ક આપવામાં આવશે. કોરોનાને લઈ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે.

બેવડા નિર્યણ : મેયર-પોલીસના નિવેદન બાદ લોકોમાં મૂંઝવણ

સુરતના નવનિયુક્ત મેયર દ્વારા કરવામાં આવતી જાહેરાતોને લઈને સમગ્ર શહેરમાં મૂંઝવણ ઊભી થઈ છે. જે લોકોને વચ્ચે પોતાની સારી છબી ઉભી કરવાનો પ્રયાસ સત્તાધીશો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી માસ્કને લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું. શહેરમાં માસ્કને લઈને સુરત કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોવાને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જોકે, પોલીસ કમિશનરની સ્પષ્ટતા પછી માસ્ક નહીં પહેરનારા વ્યક્તિ પાસેથી દંડ લેવામાં આવશે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317