સુરત : ગ્લુકોઝ-મીઠું મિક્સ કરીને નકલી રેમડેસિવીર નો પર્દાફાશ, પાંચ હજાર ઈન્જેક્શન વેચ્યાનો ખુલાસો..

1426
Published on: 10:24 am, Sun, 2 May 21
  • સુરત ના ઓલપાડ ખાતે થી પકડાયુ મોત નું કારખાનું 
  • ૬૦૦૦૦ જેટલ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો
  • પોલીસે ૭૪ લાખ ની રોકડ સાથે ૭ લોકો ની કરી ધરપકડ 
  • નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી- ગ્લુકોઝ પાણીથી 5000 ઇન્જેક્શન
  • મુખ્ય સુત્રધારેે 5 માણસ પગાર પર રાખ્યા હતા
  • રોયલ વિલા ફાર્મમાંથી 60 હજાર જેટલા ડુપ્લિકેટ ઈન્જેક્શનનો જથ્થો મળ્યો

મોરબીમાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન બનાવવાના રેકટનો રેલો સુરતના ઓલપાડ સુધી પહોંચ્યો છે.  ઓલપાડના પીંજરત ગામે રોયલ વીલા ફાર્મ બગલોમાં પોલીસે દરોડા પાડ્યા છે.  પોલીસના હાથે 400થી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનના બોક્સ મળ્યા છે. આ કેસમાં પોલીસે સુરત, મોરબી અને અમદાવાદથી આરોપીઓની ધરપકડ કરી નકલી ઈંજેક્શનના જથ્થા સહિત કુલ 58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને ઇન્જેકશન બનાવાઇ રહ્યા હતા 

જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી 5000 કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

પિંજરત ગામે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

બી. ફાર્મ ભણેલો કૌશલ ગુગલના વિડીયો જોઈને આ ડુપ્લીકેટ ઈન્જેકશન તૈયાર કરતો. 5 હજાર ઈન્જેકશનો વેચી 90 લાખ ભેગા કર્યા હતા જે પણ પોલીસે કબજે કર્યા છે. નોટો ગણવા માટે મશીન રાખ્યું હતુ. કુલ 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કૌશલ અગાઉ મેલેરિયાની દવા અને મેડિકલના સાધનો સાઉથ આફ્રિકા મોકલતો હતો.

કૌશલ વોરા મુખગય આરોપી છે 

મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની  મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા, રહે. સુરત, અડાજણ અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ, રહે. મુંબઇ વાળા ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન,63હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈમાં સ્ટીકરની પ્રિન્ટ કરાવાતી હતી

ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે.પિંજરત ગામે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

Duplicate remdesivir injection seized olpad surat 

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા.

પકડાયેલા આરોપી

કૌશલ મહેન્દ્ર વોરા (જૈન) (રહે. ગ્રીન ઓડીના, આનંદમહેલ રોડ, અડાજણ)

રાહુલ અશ્વિનભાઈ કોટેચા (લુવાણા) (રહે. રવાપરગામ, ધૂંનડા રોડ, લોટસ-02, તા.જિ. મોરબી)

રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી (લુવાણા) (રહે. નવલખી રોડ, સેન્ટમેરી સ્કૂલ પાસે, મોરબી)

મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશીફ મહંમદ અબ્બાસ પટ્ટણી (રહે. જુહાપુરા, અમદાવાદ)

રમીઝ સૈયદ હુસૈન કાદરી (રહે. જુહાપુરા, વેજલપુર રોડ, શરીફાબાદ સોસાયટી, અમદાવાદ)

પુનીત ગુણવંતલાલ શાહ (જૈન) (રહે. પુનમ ક્લસ્ટર-01, બાલાજી હોટલ પાસે, મુંબઇ )

પિંજરતના ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડ્યો હતો.

પકડવાના બાકી

કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતિ (રહે. મચ્છીવાડ, શુક્લતીર્થ, ભરૂચ)

સીરાજ ખાન ઉર્ફે રાજુ મુસીર ખાન પઠાણ (રહે. કતારગામ)

હજુ અમુક આરોપીઓની ધરપકડ બાકી છે 

અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશાલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કારમાં સીરાજમાન ઉર્ફે રાજુ પઠાણ વાળો ૯૬,૦૦,૦૦૦ નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317