ગુજરાત : સુરત થી સૌરાષ્ટ્ર વતન બચાવવા ગયેલા કોરોના વોરિયર્સ નુએ અકસ્માત માં મોત ,

1249
Published on: 12:31 pm, Sat, 15 May 21

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

વતનની વ્હારે’ આજે કેટલાય સુરતીઓ પોતાના વતન કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરવા પહોચ્યા છે. એકતરફ કોરોના સૌરાષ્ટ્રના ગામડાઓને પોતાના ભરડામાં લઇ રહ્યો છે અને તેના કારણે દિવસેને દિવસે કોરોનાથી ગામડામાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવી કપરી પરીસ્થિતિ વચ્ચે પોતાના વતનવાસીઓની સેવાએ સુરતના અને અન્ય જિલ્લાઓના યોધ્યાઓ પોત પોતાના વતન પહોચ્યા છે. પરંતુ હાલ એક ખુબ જ દુઃખનીય સમાચાર સામે આવ્યા છે.

કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત

મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા ,કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

કારમાં મૃતદેહ ફસાઈ જતાં ફાયર વિભાગની મદદ લેવી પડી

વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ એને બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

મળતી માહિતી અનુસાર, કાર ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને ત્યારે જ અમદાવાદથી સુરત તરફ પુરપાટ જતા  ટ્રકમાં કાર ધડાકાભેર અથડાઈ હતી. કાર અને ટ્રક અથડાતા જ કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો અને ત્રણેય યુવાનોના દર્દનાક મોત થયા હતા. અક્સ્માત એટલો ભયંકર હતો કે, મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને આ મૃતદેહો કાઠવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં

આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317