સુરત : ઓલપાડ ના ઉમરા ગામ માં ગટરો ના પાણી ઘુસ્યા ઘર માં , આપ પાર્ટી અને ટીમ ગબ્બર દ્વારા કરાઈ ઓનલાઈન ફરીયાદ..

550

ઉમરા ગામ ઓલપાડ 

પ્રતિ શ્રી,
મુખ્યમંત્રી શ્રી.
આરોગ્ય મંત્રી શ્રી.
આરોગ્ય સચિવ શ્રી,
સુરત કલેક્ટર શ્રી.
સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી.

વિષય:- સુરત ના ઓલપાડ માં આવેલ ઉમરા-વેલંજા ગામમાં ગટર નું પાણી જાહેર રોડ તેમજ શાક માર્કેટ માં ભરાવો થતાં અટકાવવા બાબત

સુરતમાં સમાવિષ્ટ થયેલા કઠોર ગામમાં પીવાના દૂષિત પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર થયા છે. સાથે જ ત્રણેક દિવસમાં છ લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.રોગચાળાના પગલે સુરત કોર્પોરેશન દોડતું થયું છે. કઠોર ખાતે શહેરના મેયર હેમાલી બોઘાવાલા, સમિતિના અધ્યક્ષ અને હાઇડ્રોલિક વિભાગના એન્જિનિયરો પહોંચ્યા હતા. મેયર હેમાલી બોઘાવાલાએ મૃતક પરિવારજનોને અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. મૃતકના પરિવારોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, તેમજ સારવાર હેઠળના તમામ દર્દીઓનો સારવારનો ખર્ચ ચૂકવવાની વાત કરી હતી.

ટીમ ગબ્બર ગુજરાતના ધારાબેન અકબરી એડવોકેટ અને વિપુલ આર.મુંજાણી (પત્રકાર ) ને સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે,ગટરના પાણીની મુખ્ય ગટર સાથે કોઈ જોડાણ થયેલ નથી.જેના કારણે આ ગટરનું પાણી જાહેર રસ્તા પર અને શાક માર્કેટ તેમજ ત્યાં જે ખુલ્લા ખેતરો છે તેમાં ગટર ના પાણી નો ભરાવો થાય છે અને તેના કારણે આ પાણી બોરિંગ માં ભળી જવાની સંભાવના છે. જેના કારણે લોકો ને જાડા ઊલટી તેમજ તાવ નું પ્રમાણના કેસ વધવા લાગશે. હાલમાં કઠોર ગામમાં 80 વ્યક્તિ ને જાડા ઉલ્ટી થવા ના બનાવ બન્યો છે.

જેથી સ્થાનિક રહીશોની માગણી છે કે,તાત્કાલીક આ સમસ્યા નો હલ કરવામાં આવે એવી અમારી ટીમ ગબ્બર ની રજુવાત છે.આ બાબત ની અમે અમારા નગરસેવકો તેમજ ત્યાં ની ગ્રામ પંચાયત તેમજ આ ડ્રેનેજ પ્રોજેક્ટ ના અધિકારીને વારંવાર ફરિયાદ કરતા રૂબરૂ સ્થળ તપાસ કરવા આવેલા પરંતુ ત્યાં ના ખેડૂતો એ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરેલ છે.આમ આ સમસ્યાની વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. અને સુરત મહાનગરપાલિકા દ્વારા સત્વરે સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકો ના સ્વાસ્થ સાથે કોઈ બાંધછોડ થાય નહીં તેવા યોગ્ય પગલાં લઈ ફરિયાદ અન્વયે લાગુ પડતી કચેરી અધિકારી ને અમારી ટીમ ગબ્બર ની ફરિયાદ પહોંચાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે.અમારી ફરિયાદ ઉમરા વેલજાના ધારાસભ્યને પણ અમારી આ ઉગ્ર રજુવત છે.

આ સમસ્યાનો તાત્કાલિક ચોમાસુ આવે એ પહેલા નિરાકરણ લાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ટીમ ગબ્બર ની રજુવાત અન્વયે કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ના સરનામે મોકલી આપવા માટે આપવા નમ્ર વિનંતી.
તા. ૨/૬ /૨૦૨૧

ફરિયાદી નું નામ:- ધારા બેન અકબરી એડવોકેટ, વિપુલ આર મુંજાણી (પત્રકાર) ટીમ ગબ્બર ગુજરાત
ઈમેલ :-
Vijaybhairupani@gmail.com, Nitinpateldycm@gmail.com, pareshdhanani_mla@yahoo.in, sec-rajbhavan@gujarat.gov.in, collector-sur@gujarat.gov.in, dmc@suratmunicipal.org, dr.jagdishpatel@yahoo.com, rdc-sur@gujarat.gov.in, kumarbhaik@yahoo.com, shaktisinh.gohil@sansad.nic.in, darshana.jardosh@sansad.nic.in, dr.jagdishpatel@yahoo.com, Commissioner@suratmunicipal.org, cr.patil@sansad.nic.in, prisec-rajbhavan@gujarat.gov.in,Suratmuncipal.gov.in@gmail.com, vdzalavadiya@gmail.com, mukesh_bjp@yahoo.com,

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317