એસ.એમ.સી માં ભળેલા નવા ગામો માં પ્રાથમિક સુવિધાઓ જ નથી મળી જેથી ગામ ના રહીશો દ્વારા અનેકવાર લેખિક ફરિયાદ આપવા છતાં અધિકારીઓ ના પેટ માં પાણી પણ નથી હલતું ,થોડાક દિવસ પહેલા જ કઠોર ગામ માં પીવાના પાણી માં ગટર લાઈન ભળી જવાથી અનેક લોકો ના મૃત્યુ અને અનેક લોકો ને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા છતાં પણ ઉમરા ગામ ની ગટર સમસ્યાઓ મા પાલિકા ધ્યાન નથી આપતી , તો શું હજી પાલિકા ઉમરા ગામ ના લોકો ની બલી માંગે છે ??
સુરત કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી આ વખતે કરવામાં આવી નથી. જેને લઇને હવે ધીરે ધીરે સમસ્યાઓ ઊભી થવા જઈ રહી છે. વિશેષ કરીને પીવાના પાણીને લઇને લોકોમાં રોષ વધુ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જેથી મોટા વરાછા વિસ્તારમાં પણ પાણી દૂષિત આવતું હોવાથી લોકોની ફરિયાદનું નિરાકરણ ન આવતાં લોકોના ટોળા પાલિકાએ ધસી આવ્યાં હતાં. જેથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઓલપાડ ના ઉમરા ગામ ના લોકો એ કર્યો પાલિકા નો ઘેરાવ
ઓલપાડ ના ઉમરા વિસ્તારમાંથી લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરવા માટે ટેમ્પામાં પહોંચ્યા હતાં. જેને લઇને ભારે ટ્રાફિકજામ મુગલી સરા વિસ્તારની અંદર જોવા મળ્યો હતો. લોકો પોતાના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ઉગ્ર રીતે અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ વારંવાર સ્થાનિક અધિકારીઓને રજૂઆત છતાં હજી સુધી તેમના પ્રશ્નો હલ આવ્યો નથી. કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈને પોતાના પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તેના માટે તેના માટે ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટી ના નગર સેવકો ને સાથે રાખી રહીશો અધિકારીઓ ને ઉગ્ર રજુઆત કરવા કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા.
સ્થાનિકોમાં ખુબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે અને કહી રહ્યા છે કે ખરાબ અને દુષિત પાણીને કારણે અમારા બાળકો બીમાર પડી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે અમે મ્યુનસિપલ કમિશનરને ખુબ જ રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી. સાથે સ્થાનિકોએ જણાવતા કહ્યું છે કે શું અમારા છોકરાઓ આ દુષિત પાણીનો ભોગ બનશે પછી જ સરકારી અધિકારીઓ જાગશે?
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317