સુરત : પાલિકાના આવાસમાં અડધી રાત્રે પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડ્યાં, 8 માસની બાળકીનું મોત

649
Published on: 1:42 pm, Mon, 21 June 21

સીલિંગ તૂટી પડવાની ઘટનામાં માતા-પિતા પણ ઈજાગ્રસ્ત થયાં

સુરતના પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ પડવાથી બાળકીનું મોત થયું છે. સરસ્વતી આવાસમાં મોડીરાતે સ્લેબ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં 8 મહિનાની બાળકીનું મોત થયું છે.એપાર્ટમેન્ટના પહેલા માળે પરિવાર ઘરમાં સૂતો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. તો સ્લેબ પડવાની ઘટનામાં બાળકીના મોતથી  પરિવાર રોષે ભરાયો છે.અને બાળકાનાં મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સરસ્વતી આવાસ જર્જરિત હાલતમાં હોવાથી પરિવારજનોએ આ એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટની માગ કરી છે. સાથે જ આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ અપીલ કરી છે.

છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં આખું આવાસ દોડી આવ્યું
મમતાબેન (મૃતકની ફોઇ)એ જણાવ્યું હતું કે સિયા પ્રદીપ ખાંડે 1 વર્ષની જ હતી. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ ઘવાયાં હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ ૮ માસ ની માસૂમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે

મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.

7-8 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો.

પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ 4 કે 5મી ઘટના છે. પોપડાં પડતાં હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરિંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317