રાત્રી કરફ્યૂ મુદ્દે મહત્વ ના સમાચાર : કરફ્યૂ મુદ્દત પુરી થવા પર ,શુ શુ ફેરફાર થશે ,કોને કોને મળશે છૂટછાટ ,જાણો

1467
Published on: 11:28 am, Wed, 23 June 21

કોરોના સંપૂર્ણપણે દૂર નહીં થાય ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે, સમયમાં વધઘટ થઈ શકે છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોને ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. નાઈટ કર્ફ્યૂના સમય ગાળામાં હવે ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુુધી રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો થઇ શકે એમ સૂત્રોનું કહેવું છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

નાઈટ કરફ્યૂ માં થઈ શકે છે ફેરફાર

અત્યારે રાત્રી કર્ફ્યૂમાં 10 વાગ્યા સુધીની છૂટછાટ મળી શકે છે. તો બીજી તરફ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકે છે.. સાથે જ મલ્ટીપ્લેક્સ ખોલવા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દુકાન રાત્રે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે.. જોકે 26 જૂને આ નિયંત્રણોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે.

શુ શુ મળી શકે છે છૂટછાટ 

1) સ્વિમિંગ પૂલ ખૂલશે.
2) લગ્ન સમારોહમાં થોડી વધુ છૂટ મળશે અને સંખ્યા 50થી વધીને 75-100ની થઈ શકે છે.
3) મલ્ટિપ્લેક્સ-સિનેમાગૃહોએ હજુ મધ્ય જુલાઇ સુધી રાહ જોવી પડશે.
4) શાળા-કોલેજો,ટયૂશન કલાસ માટે ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317