ગુજરાત : BJP ના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા, કેસરીસિંહે પાવાગઢને બનાવ્યું પતાયા ,નબીરાઓ સાથે માણી રહ્યા હતા મહેફિલ..

2168
Published on: 9:49 am, Fri, 2 July 21

ભાજપ ના ધારાસભ્ય એ વટાવી તમામ હદ , નબીરાઓ સાથે મહેફિલ માણી બાદ જુગાર રમતા પકડાયા

ખેડાના માતરના ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા છે.પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.ઉલ્લેખનીય છેકે જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય (MLA) કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.

જીમીરા રીસોર્ટ વડોદરાના ભાજપના બક્ષીપંચના મહામંત્રીનુ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર ૧ના ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમિત ટેલરનું  આ રીસોર્ટ છે. અમિત ટેલર નિવૃત જજના પુત્ર છે. એલસીબીએ સાંજે ૬ થી ૬:૩૦ની વચ્ચે રીસોર્ટની ઘેરા બંધી કરી હતી. ઘેરાબંધી કર્યા બાદ કરી હતી રેડ. રેડ કરતા એમએલએ કેશરીસિંહ અને અન્ય લોકો જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. હાલ પાવાગઢ પોલીસ અને એલસીબીએ રીસોર્ટ માલિક અમિત ટેલરની પણ શોધખોળ હાથ ધરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317