ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, AAPમાં આંતરિક વિખવાદ થયો,જાણો શુ આપ્યું કારણ..

3584
Published on: 9:27 am, Fri, 9 July 21

ગુજરાત AAPમાં પણ જૂથવાદ છતો થયો છે. પ્રદેશ AAPના યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણનું પદ પરથી રાજીનામું ધરી દીધું છે. થોડા દિવસ અગાઉ જ યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે. પોતાના રાજીનામા અંગે મહિપતસિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. બનાસકાંઠાના દાંતા ખાતેના કાર્યક્રમને લઈ વિવાદ થયો હતો. જે બાદ ગુજરાત AAP યુવા પ્રમુખના પદ પરથી મહિપતસિંહે રાજીનામું ધરી દીધું છે. ગુજરાત AAPની હજુ પૂરતી ટીમ બની નથી. ત્યારે પહેલા પદ્દાધિકારીએ રાજીનામું પણ ધરી દીધું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ને રાજીનામું આપતા મહીપતસિંહ ચૌહાણએ કહ્યું છે કે, મને પ્રદેશ યુવા પ્રમુખ બનવાને કાબેલ સમજ્યો તે બદલ આભાર સાથે આપને જણાવવાનું કે, જો ગાંધીજી, સરદાર પટેલ કે દેશના અન્ય ઘડવૈયાઓએ પોતાના કાર્યક્રમો કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોત તો દેશની હજુ સુધી આઝાદી ન મળી હોત.

મહિપતસિંહે પોતાના રાજીનામા સાથે કારણ આપ્યું કે, તેને પાર્ટીમાં પુરતી છૂટ સાથે કામ કરવા મળતું નથી. બનસકાંઠાના દાંતામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાવવાના હતા. પરંતુ મહિપતસિંહ ચૌહાણના કાર્યક્રમમાં જવા પહેલા તેને પ્રદેશમાંથી ફોન કરીને કાર્યક્રમની મનાઈ કરી દેવાઈ હતી. અને પાર્ટીના તમામ કાર્યક્રમોનો પ્રોટોકોલ હોવાનું જણાવ્યું હતું. સાથે ભવિષ્યમાં તમામ કાર્યક્રમ અંગે પ્રદેશ અને જે તે વિસ્તારના ઝોન પ્રમુખને જાણ કરીને કાર્યક્રમમાં હાજરી આપવાનું કહેવાતા મહિપતસિંહ નારાજ થયા હતા. જે બાદ તેણે પોતાની કામ કરવાની બંધનમાંથી છૂટી રાજીનામું ધરી દીધું હોવાની વાત સામે આવી છે.

મહીપત સિંહ ચૌહાણએ સાથે જણાવતા કહ્યું છે હું ગુજરાતના તમામ યુવાનો સાથે છું. હું ફક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ પદ તરીકેથી રાજીનામું આપું છું પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્ય કરતો રહીશ. હું આમ આદમી પાર્ટી સાથે છું. હું ગુજરાતના તમામ યુવાનો સાથે છું.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317