- સાયન્સ સિટીને સરકારે બિઝનેસ હબ બનાવી દીધી
- વિવિધ ગેલેરી માટે ઉંચી ફી રાખવામાં આવી
- સાયન્સ સિટી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે
- સાયન્સ સિટી 2.0 માં આખા કેમ્પસની કાયાપલટ થઈ
- અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફી માં બેફામ વધારો જનતા લૂંટ સમાન – અર્જૂન મોઢવાડિયા
પ્રધાનમંત્રી આજે 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વાટિક ગેલેરીનું પણ ઓપનિંગ કરશે. જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એકવેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ ૬૮ ટેન્ક છે. ખાસ ર૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરીમાં ૧૮૮ પ્રજાતિઓના ૧૧,૬૦૦થી પણ વધુ માછલીઓ એક છત નીચે જોઇ શકાય છે. ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશિયન્સ ઓફ ધી વર્લ્ડ અને અન્ય દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિએટર છે તેનો લોકાર્પણ કરશે.
અમદાવાદ સાયન્સ સિટીના ચાર્જીસ મુદ્દે અર્જુન મોઢવાડિયાના આક્ષેપ સરકાર પર આક્ષેપ કર્યા છે આજે વડાપ્રધાન મોદીને હસ્તે સાયન્સ સિટી ખાતે ગુજરાતના સૌથી મોટા ગણાતા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવનાર છે.
અમદાવાદમાં સાયન્સ સિટીમાં વિઝિટ ફી માં બેફામ વધારો કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સાયન્સ સિટીમાં સુવિધાઓના નામ પર પ્રતિ વ્યક્તિ વિઝિટ ખર્ચ 1850 રૂપિયા થાય એટલી ઉંચી ફી લાદી દીધી છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પહેલા માત્ર 20 રૂપિયા એન્ટ્રી ફી અને 20 રૂપિયા પાર્કિગ ફી વસુલવામાં આવતી હતી. જેની સામે હવે 50 રૂપિયા એન્ટ્રી ફી અને ₹50 પાર્કિંગ ફી સાથે રોબોટિક ગેલેરી વિઝિટ ફી ₹250, એક્વાટિક ગેલેરી વિઝિટ ફી ₹250, 3D સ્કેનર/પેન્ટર વિઝિટ ફી ₹500, રોબો પેન્ટર વિઝિટ ફી ₹200 સહિતની અલગ અલગ ફી ના નામે પ્રતિ વ્યક્તિ દીઠ ₹1850 રૂપિયા વસુલવામાં આવશે.
સાયન્સ સિટી પરિસરમાં રૂ. ૧ર૭ કરોડના ખર્ચે ૧૧૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના ર૦૦થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે.
સાયન્સ સિટીને સરકારે બિઝનેસ હબ બનાવી દીધી હોવાનો અર્જન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે સાયન્સ સિટી છે ત્યારે હવે સાયન્સ સિટીની મુલાકાત લેવા માટે વધુ ખર્ચ કરવો પડશે તેને લઈ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય ભાષામાં સમજીએ તો માત્ર ચાર વ્યક્તિનો પરિવાર સાયન્સ સિટીની વિઝિટ માટે જાય તો પણ ₹7400 જેટલો ખર્ચો થાય એટલી ઉંચી ફી લાદવામાં આવી છે, એટલે ગરીબ અને મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ સાયન્સ સિટીમાં વિઝીટ તો દુર તે બાજુ ડોકાવવાની પણ હિમ્મત ના કરી શકે. આ માત્ર વિઝિટ ફી માં વધારો નહી, ઉઘાડી લૂંટ છે. સાથે જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના સાયન્સ સિટીના મૂળ ઉદ્દેશ્યની પણ હત્યા છે. લોકશાહીનું ગળુ ઘોટી બિઝનેસ મોડલ આધારીત કંપની રાજ લાદી દેવાનું ષડયંત્ર છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે વોટ્સેપ માં મેસેજ કરો : +91 98247 23317