બનાસકાંઠા : ભાજપ ના સાંસદ પરબત પટેલ નો કથિત વીડિયો વાયરલ , આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા એ વાયરલ કરવાની ધમકી આપી હતી…

4979
Published on: 10:51 am, Wed, 11 August 21

બનાસકાંઠા ગુજરાત

બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે શનિવારે સાંસદ પરબત પટેલે શનિવારે ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ખુલાસો કરતાં કહ્યું કે પોતે નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું,મને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના ફોટા વાયરલ કરી તા.15 ઓગસ્ટના રોજ વીડિયો વાયરલ કરવાની ધમકી ભરી જાહેરાત બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું પરંતુ આ મામલે ડીસા ખાતે શનિવારે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું પરબતભાઈ પટેલે જણાવ્યું હતું. પોતે નખશિખ પ્રમાણિક છે અને 2016 થી તેઓને બદનામ કરવા માટે કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનું જણાવ્યું હતું.

સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે. મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મી ઓગષ્ટના રોજ મઘાભાઈએ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. પણ આ અંગે મને કંઇ જ જાણ નથી, મે મારી લાઇફમાં ક્યારેય કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને ખોટી રીતે એડિટ કરીને કોઇએ કંઇ કર્યું હોય તો મને ખબર નથી. બાકી એમાં હું ચોક્કસ રીતે કહી શકું, મીડિયાના મધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહું છું એના માટે મારે પણ તેમાં જોવું પડે શું છે. આ ફોટો ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ છે.

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની રંગરેલિયા મનાવતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા બાબતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સ્પષ્ટતા કરી છે કે જેમાં ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા છે. તે મારા નથી મને બ્લેકમેલ કરવા માટે વીડિયો એડિટ કરીને બનાવ્યો છે. તમામ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે મેં જોયા નથી પણ મને મીડિયા દ્વારા જે વાત જાણવા મળી કે મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ જે ફોટા અને વીડિયો વાયરલ કરાશે ફોટા મારા નથી, તે ફોટા એડિટ કરીને મને બદનામ કરવા માટેનું બ્લેકમેલિંગ કરવા માટે ષડયંત્ર છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317