રાજકોટ : નિરાલી રિસોર્ટ માં લાગી અચાનક ભીષણ આગ : 8 લોકો ગંભીર રીતે દાઝ્યા , આગ નું કારણ અકબંધ..

413
Published on: 12:07 pm, Thu, 12 August 21

અચાનક આગ લાગતા 8 કર્મચારીઓ દાઝયા

કર્મચારીઓ ને રૂમ માં પુરી દીધો હોવાનો દાવો

રાજકોટ  ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ માં પાછળના રૂમમાં આગ  ફાટી નીકળી હતી. જેથી અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. તમામ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાંક રૂમમાં એકાએક આગ લાગી હતી. જેમાં રિસોર્ટમાં કેટરિંગનું કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા છે. તમામને ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જોકે, આગ લાગી કે કોઈએ લગાડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આ આગમાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓનું કહેવુ છે કે, આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હતો. ત્યારે આગ લાગી એ સમયે બહાર દરવાજો કોણે બંધ કર્યો તેની પણ તપાસ કરાશે.

આગમાં દાઝેલા કર્મચારીઓ

  • રાજુભાઇ લબાના
  • લોકેશ લબાના
  • હિતેશ લબાના
  • દેવીલાલ લબાના
  • લક્ષ્મણ લબાના
  • દિપક લબાના
  • શાંતિપ્રસાદ લબાના
  • ચિરાગ લબાના

આ 8 કર્મચારીઓમાંથી 2ની હાલત ગંભીર છે. હાલ નિરાલી રિસોર્ટમાં આ ઘટના કેવી રીતે બની અને શા માટે કર્મચારીઓના રૂમનો દરવાજો બહારથી બંધ હતો અને દરવાજો કોણે બંધ કર્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તમામ દાઝેલા લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ સામે આવ્યું નથી. આગ કુદરતી લાગી કે કોઈએ લગાડી એ તપાસ નો વિષય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317