સુરત : આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર ના ભાઈ એ ડિવોર્સી મહિલા પર ગુજાર્યો બળાત્કાર…

1823
Published on: 2:18 pm, Fri, 20 August 21

સુરત ગુજરાત

વોર્ડ નંબર 4 કાપોદ્રાના આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયાએ 35 વર્ષિય ડિવોર્સી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ મધ્યરાત્રે નોંધાતા પોલીસે ધરપકડ કરી છે.

ધર્મેન્દ્ર વાવાલીયા આમ આદમી પાર્ટી માંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે અને તેઓ હાલ સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે ,સોસીયલ મીડિયા અને મીડિયા ના માધ્યમ થી જાણ જતા જ એમણે એક વીડિયો શેર કર્યો છે ,વીડિયો માં એવું કહેવામાં આવ્યું છે કે મેહુલ વાવલીયા એમનો નાનો ભાઈ છે જેથી જો એને કોઈ પણ કૃત્ય કર્યું હશે તો હું એને બચાવવાનો કોઈ પ્રયાસ કરીશ નહિ , અને જો ગુંનો સાબિત થાય તો કડક માં કડક પગલા લેવા ની માંગણી પણ કરું છુ.

વેડરોડ પર સિંગણપોર 1 વિસ્તારમાં રહેતી 35 વર્ષિય રેશ્મા( નામ બદલ્યું છે) ડિવોર્સી છે. ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે. તેના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. તેણે પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું. જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરા બાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા જતી હતી. ત્યાં ચારેક દિવસથી આરોપી મેહુલ છગન વાવલિયા( રહે. પૂર્વી સોસાયટી, હીરા બાગ)  શીખવવા આવતો હતો.

વોર્ડ 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા નું એ પણ કહેવું છે કે આ ઘટના રાજકીય પક્ષ દ્વારા ઘડવામાં આવી હોય શકે છે , મારા નામ અને અમારી આમ આદમી પાર્ટી ને બદનામ કરવાનું કાવતરું હોય શકે છે , પરંતુ મારા નાનો ભાઈ મેહુલ ઘણા વર્ષો થી અલગ રહીએ છીએ અમારે કોઈ લેવાદેવા નથી : ધર્મેન્દ્ર વાવલીયા

મેહુલે ગુરુવારે રેશ્માને કહ્યું કે, ટેસ્ટ- લાઈસન્સ માટે નવસારી જવું પડશે. ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જતા હતા ત્યારે મેહુલે કરીનાને કહ્યું, તેના બહેન બનેવી કાપોદ્રામાં રહે છે પહેલા ત્યાં જઈએ કહી ત્યાં ગયા બાદ મેહુલે બીયર પીય બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરતા રેશ્માને માર માર્યો હતો. ભાગવાની કોશિષ કરી પરંતુ તેણે વિસ્તાર પુરો જોયો ન હતો. બાદમાં મેહુલે જ રેશ્માને હીરાબાગ પાસે ઉતારી હતી. ત્યાંથી રેશ્મા ના ઘરે ગઈ અને પછી સ્મીમેર હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલમાંથી કાપોદ્રા પોલીસને રાત્રે જાણ કરાઈ હતી. પોલીસે રાત્રે ફરિયાદ લઈ મેહુલ છગન વાવલિયા વિરુદ્ધ બળાત્કાર, માર મારવાની અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી મેહુલને અટકાયતમાં લીધો હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317