ઓલપાડ : ડેપ્યુટી મેયર ને લોકો એ નામ આપ્યું ‘ નાયક ‘, રાત્રી સમયે બાઈક ચલાવી રોડ ની કરી મુલાકાત, જુઓ વિડીઓ…

1031
Published on: 7:00 pm, Sat, 21 August 21

ઉમરા ગામ ઓલપાડ

વોર્ડ 2

આજ રોજ એસ.એમ.સી માં નવા સમાવેશ થયેલા ગામો માં પ્રાથમિક સુવિધાઓ નથી મળી જેથી વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી હતી, જેથી એસ.એમ.સી ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોઘાણી , રાજુભાઈ ગૌદાણી અને ગૌરવ પટેલ દ્વારા સ્થળ પર મુલાકાત કરી અને સ્થાનિકોના પ્રશ્નો સાંભલીયા.

સમાજસેવક અક્ષય , અલ્પેશ , મયુર , તથા સમગ્ર ઉમરા ગામ ની તમાંમ સોસાયટી ના  પ્રમુખો, અને સોસાયટી ના મેમ્બરો એ હાજરી આપી હતી, આ મીટીંગ નો મુખ્ય હેતુ એ હતો કે એસ.એમ.સી દ્વારા ઉમરા ગામ ની દરેક સોસાયટી ના પ્રમુખ ના નામે નોટીસ સાથે ૪ કલમો લગાડવામાં આવી હતી જેથી આ તમાંમ સમસ્યા નું નિવારણ લાવવા માટે ડેપ્યુટી મેયરે મીટીંગ માં હાજરી આપી હતી,

આજ સુધી ઉમરા ગામ માં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, સ્ટ્રીટલાઈટ , ગટરલાઇન, પીવાનું પાણી , આરોગ્ય કેન્દ્ર,  આ તમામ સુવિધાઓ હજી સુધી મળી નથી જેથી અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે.

મેયર હોય તો આવા ,રાત્રે 11 વાગ્યે લોકો સાથે રહી લોકો ની સમસ્યાઓ સાંભળી અને જલ્દીથી કામગીરી ચાલુ થશે એવી ખાતરી પણ આપી, નાયક મુવી ની જેમ જ સુરત ના ડેપ્યુટી મેયર કામ કરી રહ્યા છે, એસ.એમ.સી માં ભળેલા નવા ગામો માં પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે ડેપ્યુટી મેયર સ્થાનિકો ના પ્રશ્નો સાંભળવા માટે રાત્રી ના સમયે છેક ઉમરા સુધી પહોચી ગયા હતા.

જ્યાંરથી એસ.એમ.સી માં નવા ગામો નો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જ વોર્ડ ૨ ચર્ચા નો વિષય બની ગયો છે, રોડ, રસ્તા, સ્ટ્રીટલાઈટ અને ડ્રેનેજ ની સુવિધાઓ ના અભાવ ને કારને રહીશો માં નિરાશા જોવા મળી છે જેથી વાંરવાર ફરીયાદ કરવા છતાં કોઈ પણ અધિકારી એ સ્થળ ની મુલાકાત લીધી નથી, એવામાં સુરત ના ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી એ સ્થળ પર મુલાકાત લહી લોકો ને ખાતરી અપાવી કે આ વિસ્તાર ના તમાંમ કામો ધીમે ધીમે ચાલુ કરી દેવામાં આવશે.

ડેપ્યુટી મેયરે ફક્ત લોકો ના પ્રશ્નો સાંભળ્યા જ નહી પરતું તમામ પ્રશ્નો લેખતી માં લખી લીસ્ટ બનાવ્યું જેથી લોકો ની સમસ્યા નું નિવારણ જલ્દી લાવી શકે, સ્થાનિકો ની માંગણી હતી કે એક વાર મેયર બાઈક ચલાવી ઉમરા ના રોડ ની મુલાકાત કરે જેથી રોડ પર પડેલા ખાડા , અને રોડ પર બેસેલા ઢોર  અને અંધારા માં પડતી મુશ્કેલીઓ અનુભવી શકે, જેથી ડેપ્યુટી મેયરે સ્થાનીક ની માંગણી સ્વીકારી ને રાત્રે ૧૧ કલાકે બાઈક ચલાવી રોડ પર પડતી મુશ્કેલીઓ નો અનુભવ કર્યો અને સ્થાનિકો ને તાત્કાલિક કામગીરી શરુ થશે એવીં ખાતરી આપી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317