ગુજરાત : 4 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરવા આદેશ ,ગાઈડલાઈનનું પાલન ફરજિયાત, નિર્યણ હજી બાકી…

595
Published on: 4:24 pm, Fri, 3 September 21

ગણેશ ઉત્સવ

કોરોના મહામારીમાંથી મહદંશે રાહત મળતા સરકારે છૂટછાટ આપી છે ત્યારે આગામી તારીખ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા ગણેશ મહોત્સવને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ કેસ ઘટવા છતાં ગણેશ મહોત્સવને આડે હજુ પણ જાણે કોરોનાનું વિઘ્ન હોય તેમ મંજૂરી મળી પરંતુ મૂર્તિકારો પાસે ગણેશ મૂર્તિ બનાવવાના કોરોના પહેલાની સરખામણીમાં માત્ર 20 ટકા જ ઓર્ડર મળ્યા છે.

Jamnagar માં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ, ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની વઘતી માંગ |  Preparation for Ganesh Utsav begin in Jamnagar growing demand for eco  friendly idol | TV9 Gujarati

શહેરીજનો જેની સૌથી વધુ રાહ જોઇ રહ્યા છેતે ગણેશ ઉત્સવને હવે એક મહિનો અને એક અઠવાડિયાની વાર છે. ત્યારે રવિવારે ગણેશ ઉત્સવ સમિતિએ પત્રકાર પરિષદ બોલાવીને માહિતી આપી હતી કે આ વર્ષે શહેરમાં અંદાજે 15,000 થી વધુ મુર્તિની સ્થાપના થશે. જેમાં પીઓપીની મૂર્તિ પણ આવી જાય છે. હાલ તો કોઇ ચોક્કસ ગાઇડલાઇન નથીપરંતુ પીઓપીની મૂર્તિની વિસર્જન માટે પણ પોલીસકલેકટરપાલિકા કમિશ્નર સાથે વાતચીત કરીને વ્યવસ્થા કરવામાં આવશે.

એકબાજુ ગણેશ મહોત્સવની મંજૂરી મોડી મળી જ્યારે બીજી બાજુ લોકો પણ કોરોનાને કારણે સાદગીથી ઉજવણી કરી રહ્યા હોવાને લીધે ઓર્ડર ઓછા છે. સરકારે ગણેશ મહોત્સવના આયોજકોને પણ કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને વધુમાં વધુ 4 ફૂટ સુધીની જ પ્રતિમાનું સ્થાપન કરવાની મંજૂરી આપી છે અને વિસર્જનમાં 15 વ્યક્તિઓને જવાની છૂટ આપી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

Sadhana Weekly - Gujarati Magazine - ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ

શહેરીજનો મહોલ્લોસોસાયટી કે ઘરોમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 10 બાય 10 ના મંડપમાં ચાર ફૂટની મુર્તિની સ્થાપના કરી શકશે. રસ્તા પર કે જાહેર સ્થળો પર મંડપ બાંધવા માટે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ગણેશ ઉત્સવના થોડા દિવસો પહેલા સરકાર ઉત્સવને લઇને ગાઇડલાઇન બહાર પાડશે. પરંતુ હાલ જે સુચનાઓ મળી છેતે મુજબ વિસર્જનના દિવસે નાના ટેમ્પોનો જ ઉપયોગ કરી શકાશે. સાથે જ જાહેર રસ્તા પર સરઘસ કાઢીને કે ડીજે ઢોલ લઇને વિસર્જન કરી શકાશે નહીંઆ સુચના છે. પરંતુ આગામી દિવસોમાં કોરોનાના કેસોને લઇને આદેશ આપવામાં આવશે. આ સ્થિતિના કારણે આ વર્ષે સુરતમાં ઘણા ઓછા મૂર્તિકારો આવ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317