પુણે : 48 કલાક ગોંધી રાખી 14 વર્ષ ની યુવતી પર 13 ગુનેગારો એ કર્યો ગેંગરેપ..

6942
Published on: 12:16 pm, Fri, 10 September 21

પુણે ગેંગરેપ

પુણે શહેરમાં માનવતાને શરમ ની ઘટના સામે આવી છે. અહીં 13 ગુનેગારોએ 14 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને વારાફરતી ગેંગરેપ કર્યો હતો. હવસખોરોએ પીડિતાને ૫ જુદા જુદા સ્થળોએ ૪૮ કલાક સુધી ગોંધી રાખીને હેવાનિયત આચરી હતી.

ઘટના 31 ઓગસ્ટથી શરૂ થઈ હતી. સગીરાએ તેની પર આચરાયેલી હેવાનિયતનું જે વર્ણન કર્યું તે સાંભળીને તો ભલભલા ધ્રુજી જાય. પીડિતાએ કહ્યું કે એક દિવસ તે માતાપિતાને જાણ કર્યા વિના રાત્રે તેના મિત્રને મળવા ગઈ હતી. તે પુણે રેલ્વે સ્ટેશન પર મિત્રની રાહ જોઈ રહી હતી પરંતુ તે તેને મળવા આવ્યો ન હતો. આ દરમિયાન એક ઓટો ડ્રાઈવરે મને પૂછ્યું કે હું કેમ દુઃખી છું? પછી આરોપીએ કહ્યું, “સ્ટેશનની બહાર તારો મિત્ર તારી રાહ જોઈને ઊભો છે આ સાંભળીને પીડિતા બહાર ગઈ હતી અને રિક્ષા ડ્રાઈવરની વાતમાં આવી જઈને રિક્ષામાં બેસી ગઈ હતી. આ દરમિયાન ડ્રાઈવરે પાણીમાં દવા ભેળવીને પીવા માટે આપી દીધી. પછી તે બેભાન થઈ ગઈ.

હેવાનોએ પીડિતાના કપડાં ઉતારી ને ખાલી પેટે ૪૮ કલાક સુધી તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી. આરોપીઓએ તેને ૪૮ કલાક સુધી પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પોતાના હાથ અને પગ તેમની સામે વાળીને દયાની ભીખ માંગી. ભાઈ.. છોડી દો, હું મરી જઈશ, પણ હેવાનોએ તેની એક વાત ન સાંભળી તે કપડાં અને થોડું ખાવાનું માગતી રહી, પણ કોઈએ તેને કંઈ આપ્યું નહીં. તે ભૂખ્યા પેટે પીડાતી રહી અને આરોપીઓએ આ ઘટનાને અંજામ આપવાનું ચાલુ રાખ્યું.

પુણેમાં હેવાનિયત:11 ઓટો-ડ્રાઇવર સહિત 13 શખસ રાક્ષસ બન્યા, 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી સતત 48 કલાક સુધી ગેંગરેપ કર્યો, કિશોરી તન ઢાંકવા કપડાં માગતી રહી, 17 કલાક પહેલા પાણીમાં નશીલી દવા પીવડાવી અપહરણ કર્યું આરોપીએ કિશોરીની સ્થિતિ બગડતાં તેને રેલવે અધિકારીને સોંપી તો તેણે પણ બળાત્કાર ગુજાર્યો.

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેથી ગેંગરેપની દિલ હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ પહેલા 14 વર્ષીય કિશોરીનું અપહરણ કર્યું અને પછી 5 અલગ-અલગ જગ્યા પર 48 કલાક સુધી કેટલીયવાર તેના પર ગેન્ગરેપ આચર્યો. જ્યારે કિશોરીની સ્થિતિ ગંભીર બની ત્યારે બળાત્કારીઓએ તેને પુણેથી મુંબઈ મોકલી દીધી. કિશોરી અહીંથી તેની મિત્ર સાથે ચંડીગઢ પહોંચી. અહીં GRPએ કિશોરીની મદદ કરી અને પોલીસ પાસે લઈ ગઈ. આ કેસમાં પુણે પોલીસે અત્યારસુધી 14 લોકોની ધરપકડ કરી છે. તેમાં કિશોરીનો મિત્ર, રેલવેના બે કર્મચારી અને 11 ઓટોરિક્ષા-ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

કિશોરી હાલ પુણેની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોનું કહેવું છે કે કિશોરીની સ્થિતિ હવે જોખમથી બહાર છે. શારીરિક ઈજા તો ભલે મટી જાય પણ કિશોરીને આ ઘટનાથી જે માનસિક આઘાત લાગ્યો છે એ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે. કિશોરીનાં પરિવારજનોનું કહેવું છે અમે પહેલાંથી પરેશાન છીએ, અમારી જોડે વાત કરી અમને વધુ હેરાન ન કરો. આ કેસની તપાસ કરી રહેલાં ઓફિસર DCP નમ્રતા પાટીલે ભાસ્કરને જે જણાવ્યું એ રૂંવાડાં ઊભાં કરી દે એવી બાબત છે.

પોલીસે 100થી વધુ CCTV કેમેરામાં શોધીને 8 ઓરોપીની ધરપકડ કરી છે. પોલીસે 100થી વધુ CCTV કેમેરામાં શોધીને 8 ઓરોપીની ધરપકડ કરી છે. પાણીમાં નશીલી દવા પીવડાવી અપહરણ કર્યું.

ડીસીપી નમ્રતા પાટીલે જણાવ્યું હતું કે આ ઘટના 31 ઓગસ્ટે રાત્રે 10:30 વાગ્યે બની હતી. યુવતીનાં માતા-પિતા અત્યંત ગરીબ છે અને ઘણાં વર્ષોથી પુણેની નર્સરીમાં કામ કરે છે. ત્યાર બાદ કિશોરી તેના 19 વર્ષીય મિત્રને મળવા કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. તે ઓટોરિક્ષામાં પુણે સ્ટેશન પહોંચી. લાંબા સમય સુધી અહીં ઊભા રહ્યા બાદ જ્યારે તેનો મિત્ર ન આવ્યો ત્યારે તે રડવા લાગી. તેને રડતી જોઈને એક ઓટો-ડ્રાઇવર તેની પાસે આવ્યો. તેણે કિશોરીને કહ્યું કે તારો મિત્ર સ્ટેશનની બહાર તને બોલાવી રહ્યો છે. કિશોરી પરેશાન હતી અને તેને લાગ્યું કે ઓટો-ડ્રાઇવર સાચો છે. ત્યાર બાદ તે કિશોરીને બહાર લાવ્યો અને તેને પીવા માટે પાણી આપ્યું. કિશોરીનું કહેવું છે કે પાણી પીતાં જ તેને ચક્કર આવ્યા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317