ગેંગરેપ : વધુ એક નિર્ભયા કાંડ : 30 વર્ષીય મહિલા પર પહેલા દુષ્કર્મ કર્યુ બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો..

982
Published on: 10:09 am, Sat, 11 September 21

ગેંગરેપ

  • દુષ્કર્મ કરી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં નાંખ્યો લોખંડનો સળિયો
  • એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાંથી પણ દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવેલી છે
  • નરાધમોની ક્રૂરતા જોઈને દિલ્હીના નિર્ભયા કેસની યાદો તાજી થઈ 

મુંબઈમાં ‘નિર્ભયા’ જેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. બળાત્કાર બાદ આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ શરમજનક ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારની છે. જ્યાં ખૈરાણી રોડ પર 30 વર્ષીય મહિલા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને બળાત્કાર બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ કેસમાં માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.

ડોક્ટરની ટીમના જણાવ્યા પ્રમાણે મહિલાના ઈન્ટર્નલ પાર્ટ્સમાં ગંભીર ઈજા પહોંચી છે. તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. DCP અને એડિશનલ પોલીસ કમિશ્નર કાકીનાકા પોલિસ સ્ટેશન પહોંચ્યા છે. આરોપી સામે IPCની કલમ 307,376,323 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ મોહન ચૌહાન તરીકે થઈ છે

ઘટનાની માહિતી મળતા DCP અને અધિક પોલીસ કમિશનર સાકી નાકા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસને શંકા છે કે આ ઘટનામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસ આ કેસમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. વધુ તપાસ ચાલુ છે. મહિલા પર જે પ્રકારની ક્રૂરતા કરવામાં આવી તે જોઈને દિલ્હીના નિર્ભયા કેસની યાદો તાજી થઈ ગઈ. હવે પોલીસ દ્વારા પકડાયેલા એક આરોપીની પૂછપરછ કર્યા બાદ જ સમગ્ર મામલો ખુલ્લામાં બહાર આવશે. જોકે પોલીસે હજુ સુધી આરોપીને ટાંકીને વધુ માહિતી આપી નથી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317