- નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો આદેશ
- વરસાદમાં ફસાયેલા 35 લોકોને બચાવાના આપ્યા આદેશ
- શપથ લીધા પહેલા આફ્યો CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ
ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘમહેર યથાવત છે. એમાં પણ ખાસકરીને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર બની છે. તો આ તરફ રાજકોટમાં 24 કલાકમાં 6 ઇંચ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે.
બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલને મળવા પણ પહોચ્યા હતા જ્યા નીતિન પટેલે પણ તેમના વખાણ કર્યા. નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત ખોટી છે. સાથેજ નીતીન પટેલે કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી.
ઉપરાંક નિતિન પટેલે એવું પણ કહ્યું કે કોઈપણ રાજનેતા હોય એ પહેલાં લોકોના દિલ માં હોય છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપ સાથે જોડાયેલ કાર્યકાર છુ. હું 6 વાર હું ધારાસભ્ય બન્યો એ મતદાતાઓના પ્રેમ ના કારણે બન્યો. હું હજારો કાર્યકરોઓને માર્ગદર્શન આપું છું. હું નારાજ થાવ એ યોગ્ય નથી. સાથેજ તેમણે કહ્યું કે નસીબ, સમય સંજોગને આધીન બધુ થતું હોય છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ તેમના મિત્ર છે અને તેઓ અને ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને કામ કરીશે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317