વડોદરા : બે મોટા માથાઓ સામે દુષ્કર્મની ફરિયાદ, ઇન્વેસ્ટર ને પણ ખુશ કરવો પડશે…

1956
Published on: 9:56 am, Tue, 21 September 21

વડોદરાના બે મોટા માથાઓ સામે દુષ્કર્મની ફરિયાદઃ કોર્પોરેટ જગતમાં ચકચાર

દિલ્હીથી અભાસ માટે આવેલી યુવતી પર દુષ્કર્મ

મૂળ હરિયાણાની વિર્દ્યાિથનીએ ડિપ્રેશનમાંથી બહાર આવી પોલીસ ફરિયાદ નોંધાવી

શહેરના રેસકોર્સ વિસ્તારમાં ઓફીસ ધરાવતાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અને અલકાપુરીના ઈન્વેસ્ટરે તેમની ઓફીસમાં લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેકટનું કામ કરતી પારુલ યુનિર્વિસટીની લો ફેકલ્ટીની ૨૪ વર્ષીય વિર્દ્યાિથનીને હવસનો શિકાર બનાવીને આ પ્રકરણને દબાવી દેવા માટે આજવા રોડની સહારા ઈન્ડસ્ટ્રીઝના સોદામાં ૫૦ ટકા ભાગીદારીની ઓફર કરી હોવાની ફરીયાદ પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. શહેરના બે મોટા માથાઓ સામે દુષ્કર્મનો કાળો કલંક લાગતા શહેરના કોર્પોરેટ જગતમાં ચકચાર જામી છે.

શહેરના ગોત્રી પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ આજવા રોડના સહારા ઈન્ડસ્ટ્રીઝના પ્રોજેકટની મિટીંગના બહાને સી.એ. અશોક જૈન પીડિતાને મર્સીડીઝમાં બેસાડીને વાસણા રોડ ખાતેના ગેસ્ટ હાઉસ લઈ ગયા હતા. જયાં પેપ્સીમાં કેફી પીણું પીવડાવીને પીડિતાની નશાની હાલતમાં દુષ્કર્મનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. જે સફળ નહીં થતાં થોડાક દિવસ પછી પીડિતાના ફલેટ ઉપર પહોંચી ગયા હતા અને માથાના વાળ પકડીને બળજબરી પૂર્વક બેડરુમમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

વડોદરાના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વકીલ અશોક જૈન અને રાજૂ ભટ્ટ સામે ગોત્રી વિસ્તારમાં આ ફરિયાદ નોંધાઈ છે. પીડિતા દિલ્લીથી વડોદરાની ખાનગી યૂનિવર્સીટીમાં કાયદા શાખાનો અભ્યાસ કરવા આવી છે. યુવતીના ઘરે પણ સ્પાઈ કેમેરા લગાવી દુષ્કર્મના ફોટો વાયરલ કરાયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ગોત્રી પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે

આ બનાવના લગભગ ૭૨ કલાક પછી ઈન્વેસ્ટર અને પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ(રહે, અલકાપુરી) ફલેટ પર ગયા હતા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાથી ડિપ્રેશનમાં આવેલી પીડિતા પરીવારની શરણે દિલ્હી પહોંચી હતી. બીજી તરફ દુષ્કર્મના આરોપીઓએ પીડિતાના ન્યુડ ફોટોગ્રાફ વાયરલ કરતાં પીડિતા દિલ્હી સ્ટેશને ઉતરીને તુરંત બીજી ટ્રેન પકડીને ફરીયાદ કરવા વડોદરા આવી હતી અને સી.એ. અશોક જૈન અને ઈન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે નામ જોગ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

દુષ્કર્મની ફરીયાદમાં ઈન્વેસ્ટર દર્શાવેલો રાજુ ભટ્ટ નામનો આરોપી બીજો કોઈ નહીં પરંતુ યાત્રાધામ પાવાગઢ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છે. પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ફરીયાદ નોંધાવી છે તેમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ એમ બંન્ને જણાના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. રાજુ ભટ્ટનો જે નંબર જાહેર કર્યો છે તે નંબર પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટનો છે.

તા.૧૧મી સપ્ટેમ્બરે રાજુ ભટ્ટે તેના મોબાઈલ ફોન નંબર ઉપરથી પીડિતાનો ન્યુડ ફોટો સેન્ડ કર્યો હતો. આ ફોટો જોઈને હેબતાયેલી પીડિતાએ અશોક જૈનને ફોન કર્યો આ બધુ શું છે ? જેના જવાબમાં જૈને કહયુ કે તુ લેપટોપ લઈને ઓફીસે આવી જા જયાં અશોક જૈને પીડિતાનો ફોન તોડી નાંખ્યો હતો અને બીજા દિવસે એક દુકાનમાંથી રૃ. ૧૨,૫૦૦નો મોબાઈલ ફોન અપાવ્યો હતો.

તા. ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે સવારે અશોક જૈને પીડિતાને ફોન કર્યો હતો અને ઓફીસ બોલાવી કહયુ હતુ કે, બીજા એક ઈન્વેસ્ટર છે તેને પણ ખુશ કરો જેથી ડિલ થતાની સાથે જ ૫૦ ટકા પ્રોફીટ તને મળી જશે, પીડિતાને ઈનકાર કરતાં અશોક જૈને મોબાઈલ ફોનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટના દુષ્કર્મનું રેર્કોિંડગ બતાવ્યુ હતુ હું જે કહુ તે તુ નહીં કરે તો આ વિડિયો અને ફોટા વાયરલ કરી નાંખીશ.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317