ગુજરાત : નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે ની લડાઈ માં પૂર્વ cm વચ્ચે કૂદીયા…

2785
Published on: 8:25 pm, Wed, 22 September 21

નીતિન પટેલ & નારણ કાછડીયા

નીતિન પટેલ અને સાંસદ નારણ કાછડિયા વચ્ચે જામેલી શાબ્દિક વોરની વાત કરીએ તો, ત્રણ ચાર દિવસ પહેલા કાર્યકર્તા સંમેલનમાં નીતિન પટેલ દ્વારા રામાયણ હોય ત્યાં મંથરા અને વિભિષણ હોવાની વાત કરી પોતાના દુશ્મનો પર નિશાન સાધ્યું હતું. ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ નીતિનભાઈ દ્વારા મંથરા અને વિભિષણનો મુદ્દો છેડવામા આવ્યો હતો અને ટીવી શોની લીંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. જે લીંક પર અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ કોમેન્ટ કરી હતી કે, ગાંધીનગરમાં આવીએ ત્યારે સામું પણ જોતા નથી, હવે ખબર પડી?. સાંસદની આ કોમેન્ટ બાદ આજે સાંસદ ખુલ્લીને સામે આવ્યા હતા અને નીતિનભાઈ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

છેલ્લા બે દિવસથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણ કાછડિયા વચ્ચે વાંકયુદ્ધ ચાલી રહ્યું છે નીતિન પટેલના મંથરા અને વિભીષણ વાળા નિવેદન પર ભાજપના નેતા અને સાંસદ નારણ કાછડિયાએ નિશાન તાકાત કહ્યું હતું કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતાં, કામ કરવાની વાત તો પછી રહી. સમગ્ર વિવાદ મામલે જોર પકડતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોય શકે, સામે પક્ષે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે કાછડીયાનું નિવેદન નિતિનભાઈ માટે પડ્યા પર પાટા સમાન..

જયારે RSSના પૂર્વ સંઘ કાર્યવાહક ભૈયાજી જોષીએ મીડિયાને જણાવ્યું હતું કે, ધર્માંતરણ રોકવા માટે તમામ સ્તરે પ્રયાસો કરવા જોઈએ. ધર્માંતરણ મામલે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. આજે હું રાજકોટ આવ્યો હોવાની જાણ થતાં વિજયભાઈ મુલાકાત કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે ‘પ્રવિણકાકા વ્યક્તિત્વ અને કર્તુત્વ ગ્રંથ’ પુસ્તકનું વિમોચન પણ ભૈયાશી જોષી દ્વારા કરવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317