ગુજરાત : નવા CM ભુપેન્દ્ર પટેલ આવ્યા એકશન મોડ માં, કુદરતી આફતો ની સહાય માં કર્યો આટલો વધારો, જાણો..

2041
Published on: 10:32 am, Thu, 23 September 21

પ્રથમ કેબિનેટ ની મિટિંગ માં જ ધબડકો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓને થયેલા નુકશાન મામલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.

પ્રથમ કેબિનેટ બેઠકમાં જ પહેલો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે છે લોકોને કુદરતી આફતમાં મળતી સરકારી સહાય. જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પહેલા તાઉતે વાવાઝોડાએ અને બાદમાં થોડા દિવસ પહેલા વરસાદે ભયંકર પૂરથી તબાહી મચાવી છે. જેને લીધે લોકોની ઘરવખરી સહિત ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે અગાઉથી જ સહાય માટે સર્વેની કામગીરીનો આદેશ આપી દીધો હતો.

મંત્રીશ્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની 3800 રૂપિયાની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના 3200 રૂપિયાની સહાય આપીને પરિવાર દીઠ 7000 રૂપિયા ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે 5900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના 4100 રૂપિયામાં રાજ્ય સરકારના વધારાના 5900 રૂપિયા મળી હવે ઝૂંપડા દીઠ 10 હજાર રૂપિયાની સહાય અપાશે.

ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમ, મંગળ અને બુધવારે મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહે તે માટેનો આદેશ આપી દેવાયો છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે અને તેમના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે સાથે અધિકારીઓને પણ હાજર રહેવા માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તા સીધા જ તેમના પ્રશ્નો મંત્રીઓ સુધી પહોંચાડી શકશે અને જલ્દીથી જલ્દી પ્રશ્નોનું નિવારણ આવે. સરકારે આપેલા આદેશ બાદ હવે આવતા સોમ, મંગળ અને બુધ વારે તમામ મંત્રીઓ સહિત અધિકારીઑની ટુકડી પણ ગાંઘીનગરમાં જ જોવા મળશે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં બંને મંત્રીઓએ કહ્યું કે ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર 5200 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકારના વધારાના 9800 રૂપિયા મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ 15 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે 6800 રૂપિયાનો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ 3200 રૂપિયા મળવાપાત્ર સહાય અને વધારાની 6800 રૂપિયા એમ કુલ 10 હજારની સહાય ચુકવવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317