Pm kisan : મોદી સરકાર ખેડૂતો ને 6000 ને બદલે 36000 રૂપિયા આપશે ,જાણો કય રીતે અને કોણ કોણ લહી શકે છે લાભ..

1669
Published on: 10:05 am, Fri, 24 September 21

ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા

જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સમ્માન નિધિની. આ યોજના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે. દરેક ખેડૂતના એકાઉન્ટમાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરે છે.  હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો 36000 રૂપિયાનો લાભ લઈ શકે છે.એટલે કે તમને 3 મહિનામાં 2000 રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને 3000 રૂપિયા પણ મળી શકે છે.

પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ એવું કરે છે તો તેને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઈઓ છે જે ખેડૂતને અયોગ્ય ગણાવી શકે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ ભરે છે તો આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે કે, પતિ અથવા પત્નીમાંથી કોઈ ગત વર્ષ ઇનકમ ટેક્સ ભરે છે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

PM kisan Man dhan Yojnaના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આ યોજનાના આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી.

નીચે પ્રમાણે ના લોકો લહી શકે છે આ લાભ

  • આ યોજનાનો લાભ 18-40 વર્ષના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
  • આ યોજનાના આઘારે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ.
  • યોજનાના આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહે છે. તે ઉંમરના આધારે નક્કી કરાય છે.
  • 18 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહે છે.
  • 30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવા પડે છે.
  • 40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહે છે.
  • પીએમ કિસાન સમ્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો તમે તે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો.

પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે જમા કરાય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317