ગુજરાત : આજે ગુજરાતના આ 6 જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ, ‘ગુલાબ’ પછી ‘શાહીન’ મચાવશે કહેર..

1002
Published on: 5:06 pm, Wed, 29 September 21
  • ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાત એલર્ટ મોડ પર 
  • ‘ગુલાબ’ પછી ‘શાહીન’ મચાવશે કહેર,
  • NDRF-SDRFની 17 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી 
  • 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજનો દિવસ ગુજરાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બપોરના 12 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ સવારથી અમદાવાદમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે સવારના બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ભરૂચમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં શાહિન વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારે હવામાન વિભાગ દ્વારા અગાઉથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરિણામે સરકાર દ્વારા પણ ગુજરાતમાં NDRF અને SDRFની 17 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ગંભીર પરિસ્થિતીઓમાં લોકોને બચાવી શકાય.

હાલમાં, વાવાઝોડું ‘ગુલાબ’ મહારાષ્ટ્રમાં વિનાશ લાવ્યું છે. ‘ગુલાબ’ વાવાઝોડું હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. તે છત્તીસગઠ અને ઓડિશાના દક્ષિણી વિસ્તારોમાં આવી ગયું છે. આ લો પ્રેશર એરિયાની તૈયારીના કારણે સોમવારથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. માત્ર મરાઠાવાડા ક્ષેત્રની વાત કરીએ તો, અહીં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા પશુઓ તણાયા છે અને ઘરો અને દુકાનમાં પાણી ભરાયા છે.

'ગુલાબ' પછી 'શાહીન' મચાવશે કહેર, ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં ભારે પવન સાથે આવશે વરસાદ

ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ તેમજ સુરતમાં 1 1 એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથેજ નવસારી, રાજકોટ અને ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

શાહીન વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે.

ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ 1-1 NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે અગાઉ પણ ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં અતિવૃષ્ટી થઈ હતી. દ્વારકા પોરબંદર અને ખેડામાં પણ NDRFની 1-1 ટીમો તૈનાત કરવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં વરસાદ ભારેથી અતિભારે પ્રમાણમાં પડતો હોય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317