સુરત : વરાછા ની આ સ્કુલમાં 11 વર્ષની વિદ્યાર્થિની ની શિક્ષકે ક્લાસમાં જ કરી છેડતી, જાણો વધુ માં..

2452
Published on: 8:19 pm, Thu, 30 September 21

સુરત ગુજરાત

સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય શાળાના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીની ક્લાસમાં અભ્યાસ કરતી હતી ત્યારે વર્ગ શિક્ષકે આવીને સગીરના  વક્ષસ્થળ અને સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવી છેલ્લાં એક મહિનાથી રોજ છેડતી કરતો હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. જેના પગલે દોડતી થયેલી કાપોદ્રા પોલીસે આ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધીને  તેની ધરપકડ કરી હતી.

આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવામાં આવે. પરંતુ શહેરના એ.કે.રોડ ઉપર આવેલી એક શાળામાં વર્ગ શિક્ષક દ્વારા કરવામાં આવેલી હરકતે આ શિષ્ય અને ગુરૂના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાવ્યું છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની તેના શિક્ષકે છેડતી કરતા કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

જોકે, થોડાંક દિવસ બાદ પરત આ જ સમસ્યા પૌત્રીએ જણાવી હતી, પરંતુ દાદી વતન શ્રાદ્ધની વિધિમાં હાજરી આપવા રાજકોટ ગઇ તે દરમ્યાન મંગળવારે ફરી આ તરુણી સાથે શિક્ષકે બદઇરાદે અશ્લીલ હરકત કરતાં ડરી ગયેલી આ તક્ષ્ણીએ ઘરે જઇ પિતાને સઘળી વાત કરી દીધી હતી. પૌત્રી સાથે વર્ગ શિક્ષક દ્વારા કરાઈ રહેલી છેડતીને લઇને બુધવારે દાદી શાળામાં દોડી આવી હતી અને શાળાના આચાર્યને સમગ્ર વાત કરતાં કાપોદ્રા પોલીસને જાણ કરાઇ હતી.

કાપોદ્રા એ.કે.રોડ પર આવેલી જગદ્ગુરુ વલ્લભાચાર્ય વિદ્યાધામ સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીએ એક મહિના પહેલાં શાળાએ જવાનો ઇન્કાર કરતી હતી, ત્યારે દાદીએ પૂછપરછ કરી હતી. તે વખતે તેણે વર્ગ શિક્ષક નિરવ વૈષ્ણવ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ચાલુ ક્લાસ દરમ્યાન આ શિક્ષક તેની પાસે આવતો હતો અને વક્ષસ્થળ, પાછળ અને સાથળના ભાગે હાથ ફેરવતો હોવાનું જણાવ્યું હતું. પૌત્રી કદાચ શાળામાં જવાનો કંટાળો કરતી હોવાની શંકામાં દાદીએ ધ્યાન આપ્યું ન હતું.

કાપોદ્રા પોલીસ મથકમાં પીડીતા વિદ્યાર્થિની ચાઇલ્ડ વેલ્ફર અધિકારીની હાજરીમાં આ શિક્ષકની હરકતોનો પર્દાફાશ કરી તેની હરકતોનો ભાંડાફોડ કર્યો હતો. જેથી પોલીસે આ શિક્ષક વિરુદ્ધ પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317