ઉત્તરપ્રદેશ : અખિલેશ યાદવ ની પોલીસે કરી અટકાયત, ટોળાએ પોલીસ ની ગાડી સળગાવી નાખી જુઓ..

1211
Published on: 11:13 am, Mon, 4 October 21
  • કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સામે હત્યાનો કેસ
  • લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, સ્થિતિ તણાવપૂર્ણ, ઈન્ટરનેટ સેવા બંધ
  • લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોનાં મોત થયાં હતાં

લખનઉમાં ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતાં અટકાવ્યા હતા. આ પછી તેઓ ધરણાં પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે. આ પહેલાં કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યાં હતાં..

નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન  હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટનામાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લખીમપુર ખીરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડીને પોલીસ દ્વારા જ સળગાવી દેવામાં આવી હતી. અખિલેશે કહ્યું હતું કે આ બધું આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. જો આ સરકાર અમને લખીમપુર જવાની પરવાનગી નહીં આપે તો તેઓ ત્યાં (લખનઉ) ધરણાં પર બેસીને સત્યાગ્રહ કરશે.

તેમણે કહ્યું હતું કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગ કરી હતી. આ સિવાય મૃતક ખેડૂતોનાં પરિવારજનોને 2-2 કરોડ રૂપિયા સહાય આપવાની પણ માગ કરી હતી. આ ઉપરાંત આ મામલે સીબીઆઈ તપાસની માગ પણ કરી હતી. અખિલેશ યાદવે કહ્યું, ‘અંગ્રેજોએ પણ એટલો અત્યાચાર કર્યો ન હતો જેટલો આ ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને નાયબ મુખ્યમંત્રી કે જેમનો કાર્યક્રમ હતો તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. અખિલેશે વધુમાં કહ્યું હતું કે જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2-2 કરોડ રૂપિયાની સહાય અપાવામાં આવે અને તેમના પરિવારને સરકારી નોકરી પણ આપવામાં આવે.

મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતાં આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. આ પછી જ હંગામો થયો અને હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત કુલ આઠ લોકોનાં મોત થયાં હતાં.

કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષ મિશ્રાના ડ્રાઇવરે સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા, જેના કારણે 6 લોકોના મોત થયા છે અને 8 કિસાનોને ઈજા થવાના સમાચાર છે. આ ઘટના બાદ નારાજ કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીને આગને હવાલે કરી દીધી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317