સોસીયલ મીડિયા : 6 કલાક સર્વિસ બંધ રહેતા માર્ક ઝુકરબર્ગ ને 600 કરોડ નું નુકશાન બોલો…

928
Published on: 9:29 am, Tue, 5 October 21

સોસીયલ મીડિયા નું સર્વર બંધ થતાં લોકો એ માર્ક ઝુકરબર્ગ ને ટ્વીટર પર કરી કોમેન્ટ

થોડાક કલાકો માટે ઠપ થયેલા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ અને એક વ્હિસલબ્લોઅરના ખુલાસાએ કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગને 600 કરોડ ડૉલરનું (ભારતીય કરન્સી મુજબ લગભગ 4,47,34,83,00,000 રૂપિયા) નુકસાન વેઠવું પડ્યું છે. રિપોર્સ્ન જણાવે છે કે થોડાક જ કલાકોની પરેશાની દરમિયાન અમીરોની યાદીમાં પણ ઝકરબર્ગ એક સ્થાન નીચે ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી ગયા છે.

સોમવારે સોશિયલ મીડિયા કંપનીના સ્ટોકમાં 4.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સપ્ટેમ્બર મધ્યથી જ લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સ્ટોકમાં થયેલા ફેરફાર બાદ ઝકરબર્ગની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. બ્લૂમબર્ગની યાદીમાં ફેસબુકના સીઇઓનું નામ હવે બિલ ગેટ્સની નીચે આવી ગયું છે. સોમવારે ઠપ્પ થયેલી ફેસબુક પ્રોડક્ટ્સને કારણે કરોડો યૂઝર્સ પ્રભાવિત થયા હતા.

સર્વિસ શરૂ થયા બાદ ફેસબુકે ટ્વિટર પર કહ્યું કે દુનિયાભરના લોકો અને વેપાર જે અમારા પર નિર્ભર છે તેમના માટે અમને ખેદ છે. અમે અમારી એપ્સ અને સેવાઓને સંપૂર્ણ રીતે બહાલ કરવા માટે ખુબ મહેનત કરી રહ્યા છીએ. અમને એ જણાવતા ખુશી થાય છે કે તે ફરીથી ઓનલાઈન પાછા ફરી રહ્યા છે. અમારી સાથે રહેવા બદલ આભાર. જ્યારે ઈન્સ્ટાગ્રામ તરફથી ટ્વીટ કરીને કહેવાયું કે ઈન્સ્ટાગ્રામ ધીરે ધીરે પરંતુ નિશ્ચિતપણે હવે પાછું ફરી રહ્યું છે. અમારી સાથે રહેવા બદલ આભાર અને ઈન્તજાર કરાવવા બદલ ખેદ છે.

સોમવારે રાત્રે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ વૈશ્વિક સ્તરે અટકી ગઈ હતી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના હજારો યૂઝર્સને આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ WhatsApp પણ ફેસબુકની માલિકીની છે. આ સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. યૂઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ત્રણ પ્લેટફોર્મમાંથી કોઈપણને એક્સેસ કરવામાં અસમર્થ હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317