ગાંધીનગર ચૂંટણી : 10 વર્ષ માં પહેલી વાર ભાજપ બહુમતી તરફ, આપ નો ફિયાસકો ,અને કોંગ્રેસ…

839
Published on: 12:55 pm, Tue, 5 October 21
  • વોર્ડ – 6માં ભાજપને ત્રણ-આપને એક બેઠક મળી
  • કમલમમાં 12 વાગ્યે વિજયોત્સવ
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ હાજરી આપશે
  • ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
  • આપ ગાજ્યું એટલું વરસ્યું નહી
  • વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય
  • ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ
  • આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો રકાસ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે. હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-40, કોંગ્રેસ-3 અને આપ-1 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે.

કયા વોર્ડમાં કોણ કોણ જીત્યું જાણો..

વોર્ડ નંબર વિજેતા પક્ષ મળેતા મત
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા દક્ષાબેન વીક્રમજી મક્વાણા ભાજપ 6069
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા સવિતાબેન હેમતાજી ઠાકોર ભાજપ 5700
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત ભાજપ 5701
વોર્ડ -4 પાલજ-ધોળાકુવા જસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલા ભાજપ 6566
વોર્ડ -3 24-27-28 સોનાલીબેન ઉરેનકુમાર પટેલ ભાજપ 4346
વોર્ડ -3 24-27-28 દિપીકાબેન સવજીભાઇ સોલંકી ભાજપ 4231
વોર્ડ -3 24-27-28 ભરતભાઇ મનજીભાઇ ગોહિલ ભાજપ 4087
વોર્ડ -3 24-27-28 અંકિત અશ્વિનકુમાર બારોટ કોંગ્રેસ 5598
વોર્ડ -5 પંચદેવ કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા ભાજપ 4544
વોર્ડ -5 પંચદેવ હેમાબેન મંથનકુમાર ભટ્ટ ભાજપ 4690
વોર્ડ -5 પંચદેવ પટેલ કિંજલકુમાર દશરથભાઇ ભાજપ 4952
વોર્ડ -5 પંચદેવ પદમસિંહ ભરતસિંહ ચૌહાણ ભાજપ 4624
વોર્ડ -7 કોલવડા-વાવોલ સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલા ભાજપ 6394
વોર્ડ -7 કોલવડા-વાવોલ કિંજલબેન દિનેશજી ઠાકોર ભાજપ 5746
વોર્ડ -7 કોલવડા-વાવોલ પ્રેમલસિંહ પુંજાજી ગોલ ભાજપ 6581
વોર્ડ -7 કોલવડા-વાવોલ પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ ભાજપ 6314
વોર્ડ -9 2-3-કુડાસણ અલ્પાબેન કૌશિકભાઈ પટેલ ભાજપ 8293
વોર્ડ -9 2-3-કુડાસણ શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી ભાજપ 7063
વોર્ડ -9 2-3-કુડાસણ રાજુભાઈ શંકરલાલ પટેલ ભાજપ 7646
વોર્ડ -9 2-3-કુડાસણ સંકેત રમેશભાઈ પંચાસરા ભાજપ 7296
વોર્ડ -10 6-7-કોબા મીરાબેન મિનેષકુમાર પટેલ ભાજપ 8635
વોર્ડ -10 6-7-કોબા તેજલબેન યોગેશકુમાર વાળંદ ભાજપ 8464
વોર્ડ -10 6-7-કોબા મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ ભાજપ 8637
વોર્ડ -10 6-7-કોબા પોપટસિંહ હેમતુજી ગોહિલ ભાજપ 8509

 

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મનપામાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. વર્ષ 2011માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો જ્યારએ 2016માં ટાઈ થઈ હતી અને ભાજપ અને કોંગ્રેસ બંનેને સમાન બેઠકો મળી ગઈ હતી. જોકે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. 2011માં કોંગ્રેસને 18 જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જ્યારે 2016માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને 16 16 બેઠકો મળી ગઈ હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317