ગાંધીનગર : નવરાત્રી ના બીજા દિવસે મંદિર ની બહાર એક વ્યક્તિ એ બાળક ને રડતું તરછોડ્યું..

7451
Published on: 10:10 am, Sat, 9 October 21

મંદિરમાં બાળકને મૂકી જનાર કોણ?

મંદિર માં બાળક ને તરછોડી જનાર વ્યક્તિ cctv માં કેદ

પેથાપુર મંદિરમાં બાળકને કોણ મૂકી ગયુ?

12 કલાક વીત્યા બાદ પણ ગાંધીનગર પોલીસના આ મામલે કોઈ અપડેટ સામે આવ્યા નથી.  12 કલાક વિત્યા બાદ પણ આ માસુમને લેવા કોઈ આગળ ન આવ્યું નથી. બાળકને તરછોડી દેવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં બાળકને મૂકી જનાર શખ્સ એકદમ સ્પષ્ટ દેખાય છે. આ માણસ ભારે બાળક ને ચૂપકીથી લઈને આવે છે. સ્વામીનારાયણ મંદિર પાસે આસપાસ કંઈ છે કે નહિ તે તપાસે છે. અને ગણતરીની મિનિટોમાં જ બાળકને અંધારામાં રડતુ મૂકીને જતો રહે છે.

સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી અને બાળકને મુકી જનારની શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે બાળકને મંદિરમાં મૂકી જનાર વ્યક્તિના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળક મળી આવતા બાળકની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી જો કે બાળક સંપૂર્ણ પણે સ્વાસ્થ્ય જણાઈ રહ્યું છે. હાલ તો પેથાપરવાસીઓ અને પોલીસકર્મીઓ બાળકીન સાર સંભાળ લઈ રહ્યા છે.

રઝળતા મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આવા કળિયુગી માતા-પિતા કોણ છે. ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતી હાલતમાં મૂકવા નિષ્ઠુર માતા-પિતાનો જીવ કેમ ચાલ્યો. અત્યાર સુધી પૂત્રની ઘેલછામાં બાળકીઓને ત્યજી દેવાની ઘટના બનતી હતી. પરંતુ હવે કળિયુગી માતા-પિતા બાળકોને પર રસ્તે રઝળતા કેમ છોડી રહ્યા છે. આખરે આ માસૂમનો શું વાંક છે. કેમ બાળકને રસ્તે રઝળતું મૂકવું પડ્યું. એવું તો શું થઈ ગયું કે રાતના અંધારમાં બાળકને આમ તરછોડવામાં આવ્યું. કોણ છે બાળકના માતા-પિતા. ક્યારે મળશે માસૂમને તેના માતા-પિતા. હાલ તો સમગ્ર ઘટનાને લઈ બાળકને મૂકી જનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસ પણ સીસીટીવીમાં દેખાતા શખ્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું કે, આ પ્રકારે બાળકને તરછોડાયુ છે. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખ્સને જલ્દી જ પકડી લઈશું. હું ખાતરી આપુ છું કે આરોપીને સજા કરવામાં આવશે.

ગાંધીનગર એસપી મયુર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, પોલીસે તપાસ હાથ ધરી છે. આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જાવય છે. કોણ મૂકી ગયુ, અને કયા કારણોસર મૂકી ગયુ તે તપાસ. કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો તે પણ તપાસીશું. સોસાયટીના રહીશોએ જોયા બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા મારફત લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ માહિતી હોય તો અમને જાણ કરે. જલ્દીમાં જલ્દી બાળકને તેના માતાપિતા મળે તેવો અમારો પ્રયાસ રહેશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317