ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી નું મોટું નિવેદન : શીવાંશ ના ભવિષ્ય ની ચિતા કરશે ગુજરાત સરકાર, તમામ ખર્ચ સરકાર નો રહેશે…

1401
Published on: 9:34 am, Mon, 11 October 21
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન 
  • બાળક ને નહિ મળે હવે મા- બાપ નો પ્રેમ
  • શિવાંશના ભવિષ્યની ચિંતા સરકાર કરશે
  • પ્રેમિકા નું ગળું દબાવી કરી હત્યા
  • આખું ગુજરાત શિવાંશને સ્વીકારવા તૈયાર  

ગાંધીનગરના પેથાપુરની ગૌશાળામાં  પિતા દ્વરા તરછોડાયેલા માત્ર 10 જ માસના બાળક શિવાંશને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્કંઠા વધી ગઈ છે. ગૃહ વિભાગના રાજ્ય મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, શિવાંશને આખું ગુજરાત સ્વીકારવા તૈયાર છે. જો તેને પિતા નહિ સાચવી શકે તો બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી છે અને બાળકના ભવિષ્યને લઈને તમામ પગલાઓ લઈશું.

વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં રહેતા હીનાની પાડોશી મહિલાએ જણાવ્યું હતુ કે, સચિન અને હીના બે મહિના પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. 6 ઓક્ટોબરની રાત્રે 10:30 કલાકની આસપાસ શિવાંશ ખૂબ જ રડતો હતો. જેનો અવાજ અમારા ઘર સુધી સંભળાયો હતો. જોકે, થોડીવાર બાદ અવાજ બંધ થઈ ગયો હતો. જ્યારે 7 ઓક્ટોબરથી હીનાના ઘરનો દરવાજો લોક જ હતો. આ ઘરમાં શિવાંશ તેની માતા હીના સાથે જ રહેતો હતો અને હીના પણ મોટાભાગે પોતાના ઘરે જ રહેતી હતી. નવરાત્રિની શરૂઆત એટલે સાતમી તારીખે થઈ, ત્યારથી તેમનું ઘર બંધ છે. આ બધું જાણીને અમને પણ ખૂબ દુખ થયુ છે.

ગૃહ વિભાગના રાજ્યમંત્રી  હર્ષ સંઘવી એ સુરતમાં પોતાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન તરછોડાયેલા બાળકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો ભેદ ખોલી નાખ્યો છે.આરોપીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી છે.આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય એ સરકારની જવાબદારી બને છે. જો પિતા કે તેનો પરિવાર શિવાંશને સાચવી કે દેખભાળ નહિ કરી શકે તો સરકાર બાળકના ભવિષ્ય અંગે તમામ પગલાં લેશે. સંઘવીએ એમ પણ ઉમેર્યું કે, આખું ગુજરાત શિવાંશને સ્વીકારવા તૈયાર છે. ગુજરાત પોલીસે સૌથી પહેલા આ બાળકના પિતાને શોધ્યો છે .અને 24 કલાકમાં જ પોલીસ તમામ કડીઓ સુધી પહોચી ગઈ છે. આરોપો સચિને જ પ્રેમિકા હીનાની હત્યા કરી છે.અને પોલીસે સઘળા ભેદ-ભરમ પરથી પરદો ઊંચકી દીધો છે.

વડોદરામાં પોલીસે દર્શનમ ઓવેસિસ ફ્લેટમાં પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, 8 ઓક્ટોબરના રોજ મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં લાશ ડિકમ્પોઝ થઈ ચુકી હતી. જેથી એફએસએલ દ્વારા લાશને બેગમાંથી કાઢવામાં આવતા ફ્લેટની અંદર તેમજ સોસાયટીમાં અતિશય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેના કારણે પોલીસના અધિકારીઓને પણ ત્યાં ઉભુ રહેવું મુશ્કેલ થઇ પડ્યુ હતુ. પોલીસે મહેંદીનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બન્નેએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો. દિકરા શિવાંશ સાથે ત્રણેય ભાડે રહેતા હતા. શનિ-રવિ મૂળ પત્ની, માતા-પિતા સાથે આવતો હતો. જોકે મૂળ પરિવારે 2 દિવસ પહેલા વતન જવા કહ્યું હતું. આ બાબતમાં સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો.

સચિને પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવાની વાત કરી ત્યારે છોકરીએ કહ્યું કાંતો પરિવારને રાખ કાં તો મને રાખ. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં સચિને ગળુ દબાવીને હત્યા કરી હતી. આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈ હતી. હત્યાનો પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું નથી. ગઇકાલે મહેંદીની માતાએ પોલીસને સંપર્ક કર્યો ન હતો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317