ગુજરાત : આ વર્ષ ની દિવાળી માં 8 મહાનગર પાલિકા ઓ માં રાત્રી કરફ્યૂ યથાવત..

702
Published on: 4:16 pm, Mon, 11 October 21

આ વર્ષ ની દિવાળી જશે કરફ્યૂ માં

8 મહાનગરો માં રાત્રી કરફ્યૂ રહેશે યથાવત

2020માં દિવાળીનો તહેવાર લોકોએ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો હતો. ગત વર્ષે કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવીને બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. દિવાળીના તહેવાર બાદ અચાનક રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થયો હતો.તે સમયે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ બે દિવસના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી.

લોકોની ઉજવણીએ તે સમયે બીજી લહેરને આમંત્રણ આપ્યું હતું અને દિવાળી બાદ શરૂ થયેલી બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ હતી. હવે ફરીવાર 2021ના વર્ષમાં દિવાળીનો તહેવાર આવ્યો છે. હાલમાં પણ કોરોનાના કેસો નિયંત્રિત છે અને સરકારે વધુ છુટછાટો આપી છે. તેમજ આ વખતે 10મી નવેમ્બર સુધી આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેથી હવે આ દિવાળીની રાત આઠ મહાનગરોમાં કર્ફ્યૂમાં વીતશે.

રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે ત્યારે વધુ એક મહિના માટે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યું છે. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

નવરાત્રિ, દશેરા અને દીવાલી જેવા તહેવારોને જોતા કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ પર નિયંત્રણ જાળવી રાખવા માટે મિશન 100 દિવસ અભિયાન શરુ કર્યું છે. મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી HTએ આ જાણકારી આપી છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં 2,30, 971 કોરોના કેસ છે. ત્યારે 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 34 જિલ્લામાં કોરોના સંક્રમણનો અઠવાડિક પોઝિટિવિટિ રેટ ઓછોમાં ઓછો 10 ટકાની આસપાસ છે. WHOના જણાવ્યાનુંસાર 5 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટ જણાવે છે કે સંક્રમણ યુક્ત વિસ્તારો કંટ્રોલમાં છે. આશંકા એ વાતની છે કે આ ઓક્ટોબરથી શુરુ થનારા 3 મહિનાના તહેવાર સીઝન કોરોના સંક્રમણમાં વૃદ્ધિનું કારણ બની શકે છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બર 2020ના રોજ અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા હતાં ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

કેન્દ્ર સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે આ વર્ષે કોરોના સેફ તહેવારો થવા જોઈએ જેનો મતલબ છે કે લોકોને સંક્રમણ રોકવા માટે તહેવારોનું આયોજન ઓનલાઈન જ કરવું જોઈએ. મને રાજ્યો કરતા વધારે સતર્ક રહેવા કહી રહ્યા છીએ. જેથી આગલા 100 દિવસ સુધી કોરોના વ્યવહારનું પાલન સુનિશ્ચિત કરી શકાય. ત્યારે આ દેશોને કોરોનાની વધુ એક લહેરથી સુરક્ષિત રાખી શકાય.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317