જમ્મુ કાશ્મીર : સોમવારે શોપિયાં વિસ્તારમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર મારી જવાનોની શહાદતનો લેવાયો બદલો..

521
Published on: 10:07 am, Tue, 12 October 21
  • જમ્મુ-કાશ્મીરમાં સેનાનો સપાટો
  • 24 કલાક માં 3 આતંકીઓને માર્યા ઠાર
  • ભારતીય સેના ના શહીદ થયેલા જવાનો ને પંજાબ સરકાર આપશે 50 50 લાખ રૂપિયા
  • 5 જવાનોની શહાદતનો લીધો બદલો

મળતી જાણકારી પ્રમાણે, શોપિયાંના તુલારાન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓને એક ઘરમાં ઘેરી લેવામાં આવ્યા હતા જ્યારે બીજો જંગ શોપિયાંના ખુરિપેડા વિસ્તારમાં પણ ખેલાયો હતો.

પુંછ બાદ હવે શોપિયાંમાં ઇમામસાહબ વિસ્તારના તુલરાનમાં  પણ એન્કાઉન્ટર  શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. શોપિયાંમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં જવાનોએ LeT ના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી જાણકારી મુજબ, માર્યા ગયેલા આતંકવાદીઓમાં બિહારના વીરેન્દ્ર પાસવાનના હત્યારા પણ સામેલ છે. પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી કે સોમવાર સાંજે મળેલી માહિતીના આધારે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા.

સોમવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું જ્યારે કેટલાક આતંકવાદીઓ શોપિયાંમાં હોવાની માહિતી મળી હતી. પોલીસ અને સુરક્ષા દળના જવાનો આ કાર્યવાહી કરી રહ્યા છે. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં જવાનો આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહી રહ્યા છે. કહેવામાં આવે છે કે ત્રણ-ચાર આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે, જેને સેનાના જવાનોએ ઘેરી લીધા છે. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજો મુકાબલો છે.

સોમવારે પુંછમાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ઘટનામાં સામેલ આતંકવાદી ઓગસ્ટ મહિનામાં પુંછમાં ઘૂસણખોરી કરનાર સમૂહના છે. એન્કાઉન્ટમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ નાયબ સૂબેદાર જસવિંદર સિંહ માના, નાયક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરાજ સિંહ, વૈશાખ એચ.ના રૂપમાં થઈ છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317