સુરત : માસ્ક વગર ગરબે રમતા વિદ્યાર્થીઓને ઘસડી-ઘસડીને માર્યા, 5 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ , હોસ્પિટલ માં એડમિટ..

578
Published on: 1:46 pm, Tue, 12 October 21
  • સુરત યુનિવર્સિટી કેમ્પસમાં ઘર્ષણ
  • 5 થી વધુ વિદ્યાર્થીઓ ને કરાયા હોસ્પિટલમાં દાખલ
  • પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
  • વિધાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

https://www.facebook.com/ABVPGujarat/videos/1172196279972039/

સુરતના યુનિવર્સિટી કેમ્પસ માં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનું કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિએ ગરબાની મંજૂરી આપી હોવા છતા કેમ્પસમાં કોની મંજૂરીથી ગરબા રમો છો કહી પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજારાર્યું સામે આવ્યું છે. સમગ્ર ઘટના બાદ પોલીસની દમનકારી નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને JCPને તપાસ સોંપાઈ છે.

તસવીરોમાં કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં અને કેટલાક ખાકી યુનિફોર્મમાં વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણા વિદ્યાર્થીઓને પોલીસ પીસીઆરમાં બેસાડ્યા બાદ પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ એબીવીપીના કાર્યકરોએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જ્યારે ગરબા રમી રહ્યા હતા ત્યારે ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા વગર ગરબા રમો છો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કહીને વિદ્યાર્થીઓ સાથે મારા મારી કરી હતી જેમાં કેટલાય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો એ બાબતને લઈને ત્યારે પોલીસની વચ્ચે ઝપાઝપી થઇ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ખબર નથી કે પોલીસે તેમની સાથે આવું કેમ કર્યું. તે જ સમયે, હવે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317