ગુજરાત : કેફી પદાર્થો વેચનારા ની બાતમી આપો અને મેળવો ઇનામ : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

4073
Published on: 9:35 am, Thu, 14 October 21
રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેચતો હોય તેની બાતમી આપનારને પુરસ્કાર આપવામાં આવશે : ગૃહમંત્રી સંઘવીની જાહેરાત

હું પણ સિગરેટ પીતો પણ, વડાપ્રધાન ના ટકોર થી મારી આદત છૂટી

ગુજરાત માં હવે કેફી પદાર્થ પર બનશે કડક નિયમો

ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની કેફી પદાર્થો વહેચનારા પર લાલ આંખ

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના યુવાનોએ પણ આ નશાખોરીની ચુંગાલમાંથી છુટવા માટે સંકલ્પબધ્ધ બનવું પડશે.

રાજ્યમાં  યુવાધન નશાખોરીના રવાડે ચઢી ગયું છે.નશાયુકત પદાર્થો અને માદક દ્રવ્યોની જાળમાં ફસાયેલા યૌવનને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, આ લત બૂરી છે જે શરીર અને મનને ખોખલાં કરી નાખે છે. માટે આ રસ્તો ત્યજી દઈ સન્માર્ગે વળવા અપીલ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ પીવાની લતમાં આવી ગયો હતો.પરંતુ  PM નરેન્દ્ર મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે ત્યજી દીધી છે.યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે યુવાઓ પણ ડ્રગ્સ ફ્રી ગુજરાતના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્ર સેવામાં લાગી જાય. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બદબાર કરી રહ્યું છે.અને આ દૂષણને નાથવા યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે ત્યારે જ આપણે આપણા યૌવનને સાકાર કરી શકીશું.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી પોલીસી અંગે માહિતી આપતા કહ્યું કે, કેફી અને નશા કારક પદાર્થના વેપાર પર લગામ કસવા સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેન્ચતો હોય તેની બાતમી આપનારને પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમીદાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું આયોજન વિચારાયું છે.આ પોલીસીમાં બાતમીદારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે.ગૃહમંત્રીએ  ઉમેર્યું કે, ATS તરફથી સૂચન મળ્યા બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી નવી પોલિસી લાવવામાં આવી છે.જેમાં જપ્ત કરેલ મુદ્દામાલના 20 ટકા સુધી રિવોર્ડ આપવામાં આવશે.અને સરકારીકર્મીઓ માટે 2 લાખથી વધુનું રિવોર્ડ નહીં આપવામાં આવે,તેમ પણ ઉમેર્યું હતું.

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, બાતમીદારો તેમજ રાજય પોલીસના કર્મચારીઓ/ અધિકારીઓ માટે ખાસ ઇનામી યોજના બનાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ભારત સરકારના નાણા મંત્રાલયના તા:- 10/10/2017 તેમજ ગૃહ મંત્રાલયના તા:- 25/06/2020 ના પત્રને ધ્યાને રાખીને કેફી દ્રવ્યોના ગુન્હાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા સારૂ ગુજરાત રાજયમાં રીવોર્ડ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317