સુરત : વરાછા ની એક સોસાયટી માં મોંઘવારી નો અનોખો વિરોધ, ગરબા નો વીડિયો વાયરલ…

2658
Published on: 10:35 am, Fri, 15 October 21

એક બાજુ રોજે રોજ જીવન જરૂરિયાત ની વસ્તુ માં ભાવ વધારો થાય છે જેની સીધી અસર મધ્યમ વર્ગ ના લોકો ને થાય છે , જેનો અનોખો વિરોધ નવરાત્રી ની આઠમ ના દિવસે વરાછા ની એક સોસાયટી માં કરવામાં આવ્યો.

સુરતમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં રહીશો પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. સાથે જ સરકારને મોંઘવારી કાબુમાં લેવા રજૂઆત કરી હતી.

પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે.સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસની બોટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મોંઘવારી વધી રહી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317