જમ્મુ-કાશ્મીર : શહીદ જવાન હરેશસિંહ પરમારનો પાર્થિવદેહ આજે ગુજરાત લવાશે…

1517
Published on: 9:05 am, Mon, 18 October 21
  • જમ્મુ કાશ્મીરની સરહદે ગુજરાતનો જવાન શહીદ
  • સવારે 8.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પાર્થિવદેહ લવાશે
  • શહીદની અંતિમ વિધી વણઝારીયા ગામે કરવામાં આવશે

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષિય હરેશ સિંહ પરમાર નામનો જવાન છેલ્લા પાંચ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતો હતો. આ યુવાને જમ્મુના પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વ્હોરી લીધી છે. ત્યારે આજે સવારે 8:00 વાગ્યે શહીદ જવાન હરેશસિંહ પરમારનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર લવાશે. ત્યારબાદ પાર્થિવદેહને અમદાવાદથી વણઝારીયા લઇ જવાશે. વણઝારીયા ગામે શહીદની અંતિમ વિધી કરવામાં આવશે.

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી છે. છ દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 9 સૈનિકો શહીદ થયા છે જેમાં 2 જેસીઓ પણ સામેલ છે. શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત 2 સૈનિકોની લાશ મળી હતી. બીજી બાજુ કાશ્મીરમાં સેનાએ નાગરિકોની હત્યા બાદ 9 જેટલી અથડામણમાં 13 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. IGP વિજય કુમારે કહ્યું છે કે અમે છેલ્લા 24 કલાકમાં શ્રીનગર શહેરના 5 પૈકી 3 આતંકવાદીને ઠાર કરી નાંખ્યા છે.

તેમના પરિવારમાં માતા-પિતા એક મોટો ભાઈ એક નાનો ભાઈ છે. મોટાભાઈ આર્મીમાં હતાં જેઓએ ફેમિલી પ્રોબ્લેમને લઇને આર્મી છોડી દીધેલ હતી. મોટાભાઈના સપના પુરા કરવા માટે નાનાભાઈ હરીશસિંહ 2016માં આર્મીમાં જોડાયા હતા. હાલ પૂંછ સેક્ટરમાં ફરજ પર હતા પોતાના મોટા ભાઈના દીકરાને પણ આર્મીમાં જોડવાનું હરીશ સિંહનું સપનું હતું.

પોતાના નાનપણના સ્કૂલ સમયના મિત્રોને પણ આર્મીમાં જોડાવા પ્રોત્સાહિત કરતા હતા અને જ્યારે પણ રજા લઈને પોતાના વતન વણઝારીયા ફરે ત્યારે મિત્રો સાથે વિતાવેલી પળોને પણ તેઓના ગામના મિત્રો આજે યાદ કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે. સાથે સાથે પોતાના મિત્ર એ દેશ માટે બલિદાન આપ્યું છે તેનો ગર્વ પણ અનુભવી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317