ગાંધીનગર : નવા મેયર ની થઈ પસંદગી, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રોમા માણેક ના પતિ ને બનાવાયા મેયર, જાણો વધુ માં..

2562
Published on: 7:53 pm, Thu, 21 October 21
  • મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર
  • હિતેશ મકવાણા મેયર અને પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર
  • ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રોમા માણેકના પતિ છે હિતેષ

ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલ સિંહ ગોલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંત પટેલની વરણી કરવામાં આવી છે. ગાંધીનગરને આજે નવા મેયર મળ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. જ્યારે પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.​​​​ તો શાશક પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઇની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો, જ્યારે વોર્ડ નંબર – 6ના કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ – 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.

હિતેષ મકવાણા ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાના પુત્ર છે અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. પૂનમભાઈ મકવાણાનું અનુસૂચિત સમાજમાં સારુ એવું પ્રભુત્વ છે. મેયર પદની ચૂંટણીમાં હિતેષ મકવાણાને સૌથી વધુ મત મળ્યા 41 મત મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, હિતેષ મકવાણા ગાંધીનગર મનપાના વોર્ડ-8ના કોર્પોરેટર છે. મનપામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે.

મનપામાં મેયર સહિતના પદાધિકારીઓનાં નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી, જેમાં મનપાના પદાધિકારીઓનાં નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતાં આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317