સુરત ની 2 સ્કૂલ માં કોરોના ના કેસ મળી આવ્યા તંત્ર માં ફરી દોડધામ, 1 અઠવાડિયુ સ્કૂલ રહેશે બંધ..

470
Published on: 9:22 am, Sat, 23 October 21

સુરતની બે શાળાઓમાં કોરોના

શાળાઓ એક અઠવાડીયા માટે બંધ

દેશભરમાં 100 કરોડ નાગરિકોએ વેક્સીન ગ્રહણ કર્યાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં જ ગુજરાતના દક્ષિણ વિસ્તાર સુરતમાં શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળી આવતા વિધાર્થીઓમાં દહેશત ફરી વળી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતાં ધીમે ધીમે રાહતો આપવામાં આવી રહી છે તેમજ સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોનાનો કેસ આવતાં સ્કૂલ સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે.

ગુજ્રરાતમાં શુક્રવારે કોરોનાના 25 કેસ સામે આવ્યા છે.ત્યારે સુરતના અઠવા લાઈન્સ વિસ્તારની બે જુદી-જુદી શાળાના બે બાળકો કોરોના પોઝીટીવ સામે આવતા બંને શાળાણે એકલ સપ્તાહ માટે બંધ કરવાના આદેશ અપાયા છે. સુરતના અઠવા લાઈન્સ વિસ્તારની એક્સપરિમેન્ટલ સ્કૂલ અને અગ્રવાલ વિદ્યાવિહારના બે બાળકોને કોરોના સંક્રમ થયાની માહિતી મળતા જ શાળાએ જતા અન્ય વિધાયર્થીના વાલીગણમાં ચિંતા પ્રસરી છે.આ બંને શાળાઓને એક અઠવાડીયા સુધી બંધ કરી દેવા આદેશ અપાયા છે.

ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું લાગી રહ્યું છે કે હવે કેસ વધી રહ્યા છે રાજ્યમાં હજુ પણ કોરોના કેસ એક્ટિવ છે ત્યારે સુરતના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં કોરોનાના નિયમોનું નેવે મુકીને ક્લાસીસ ચાલી રહ્યા છે, મહત્વનું છે કે સુરતમાં છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317