ગુજરાત : પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે મામલે હેડ કોન્સ્ટેબલનો ઉપવાસ આંદોલન, આમ આદમી પાર્ટીએ આપ્યો સપોર્ટ..

879
Published on: 10:15 am, Tue, 26 October 21
  • સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓએ પોતાની માંગ સાથે અભિયાન શરૂ કર્યુ હોય તેવો મેસેજ વાઈરલ
  • પોલીસ જવાનોના અભિયાનને પગલે ભારે ચર્ચા જાગી
  • હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો

પોલીસ ગ્રેડ પેના આંદોલનનો જોર પકડી રહ્યો છે. તમામ પોલીસકર્મી મોટા પાયે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ગ્રેડ પે વધારાની માંગ કરી રહ્યા છે. અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી ન હોવાને કારણે ખુલ્લે આમ પોલીસકર્મીઑ વિરોધ પણ કરી શકતા નથી. પણ ગાંધીનગરમાં એક કોન્સ્ટેબલ પોલીસ અધિકારીના અનુસાનના પરિપત્રને અવગણી પોતાની માંગ બુલંદ કરવા વિધાનસભાની બહાર ધરણાં પર બેઠો હતો.

ભાવનગર સહિત રાજ્યમાં પોલીસ કર્મીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. પોલીસ કર્મીઓએ પગાર અને કામના નિશ્ચિત કલાકો ફિક્સ કરવાની માંગ સાથે અઘોષીત આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ કર્મીઓએ અભિયાન શરૂ કર્યુ છે તેવો એક મેસેજ વાયરલ થયો છે. સરકારી-અર્ધસરકારી ખાનની, કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ કે આમ જનતા દ્વારા વિવિધ મુદ્દે સરકાર કે તંત્ર સામે મોરચો માંડ્યો હોય એ વાત સહજ અને સ્વાભાવિક છે અને આ આંદોલનો ધરણાં કે વિરોધ પ્રદર્શનોને કાયદાના રખેવાળો કાયદા મુજબ ડામી દેતાં પણ નિહાળ્યા છે પરંતુ હવે ખુદ કાયદાના રખેવાળો જ પગાર અને કામના કલાકોને લઈને સરકાર સામે મોરચો માંડવા તૈયાર થયા છે!

હવે આર યા પારની લડાઈ દેખાઈ રહેલા પોલીસકર્મી ખૂલીને ગ્રેડ પે વધારા મામલે માટે બહાર આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો. ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસે કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો.

આંદોલન પર બેઠેલા પોલીસ કર્મી ની માંગો

રાજ્યનાં કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇનાં ગ્રેડ-પે અન્ય રાજ્યોનાં પ્રમાણમાં ખુબ જ ઓછા છે જેના બદલે ૨૮૦૦, ૩૬૦૦ અને ૪૨૦૦ કરવામાં આવે.

પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, જેમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.

રાજ્ય સરકારના કર્મચારી પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના ૧૦/૨૦/૩૦ના લાભો સામે પોલીસ કર્મચારીઓને ૧૨/૨૪નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે. જે તાત્કાલિક ધોરણે પુર્વવત કરવામાં આવે.

રાજ્યનાં પોલિસ કર્મચારિઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેઓને સુવિધાપુર્ણ અતિરિક્ત ભથ્થાઓ અગ્રિમરૂપથી તેમજ તેમના બેંક ખાતાઓમાં સિધ્ધા જ જમા કરી આપવામાં આવે.

પોલીસ કર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂ.ર૦/- નું સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું ન્યુનતમ એલાઉન્સ દર માસે રૂ.૫૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317