સુરત : પોલીસ નાક નીચે ચોરી, તસ્કરો આવ્યા અને ATMમાંથી 31 લાખ લઈ રફુચકકર થઈ ગયા,જુઓ..

1548
Published on: 10:31 am, Sat, 30 October 21

ચોરો ની સુધરી દીવાળી

ગેસ કટર થી ATM તોડી 31 લાખ ની કરી ચોરી

સુરતમાં દિવાળીના સમયે તસ્કરો બેફામ બન્યા છે…ATMમાંથી 31 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ ગેસ કટરથી ATM કાપીને ચોરીને અંજામ આપ્યો હતો.સુરતના પાંડેસર વિસ્તારમાં આ બનાવ બન્યો છે. આ ઘટના બાદ પોલીસની પેટ્રોલિંગ ટીમ પર સવાલો ઉઠી રહ્યાં છે.

ડાયમંડ સિટી સુરતમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તસ્કરોએ એટીએમને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. આ બનાવ સામે આવતા જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દીપાવલીના પ્રવ નજીક આવતા તસ્કરો હવે ભીડભાડ વાળા વિસ્તારના ATM પર નજર ઠેરવવા લાગ્યા હોય તેમ સુરતના પાંડેસરા વિસ્તારમાં આ વેળા એક ATMને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ATM સેન્ટર માં ઘૂસેલા તસ્કરોએ ગેસ કટરથી ATM કાપી નાખ્યું હતું અને રૂપિયા 31 લાખની મતા ઉઠાવી ગયા જવામાં સફળ રહ્યા હતા.દિવાળીના તહેવારોમાં નાગરીકો ગમે ત્યારે ATMથી નાણા ઉપાડતા હોય છે ત્યારે, સિક્યુરીટી ગાર્ડથી માંડીને સ્થાનિક પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +9198247 23317