સાયણ સુરત : જાહેરમાં દારૂ પીને કાયદાનાં ધજાગરા ઉડાવનારા હોમગાર્ડના 13 જવાનો ને કરાયા સસ્પેંડ..

534
Published on: 6:35 pm, Fri, 29 January 21
ઓલપાડ ગુજરાત

ઓલપાડ તાલુકાના દભારીના દરિયાકિનારે સાયણ યુનિટના હોમગાર્ડ ના ઇન્ચાર્જ કમાન્ડિંગ બળદેવ રાઠોડ સહિત 13 શખ્સ દ્વારા તા. 26 જાન્યુઆરીના રોજ દારૂની મહેફિલ યોજી મ્યુઝિક પર ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત જિલ્લાભરમાં ચકચાર મચી હતી. જે બાબતે બુધવારે મોડીરાત્રે બરબોધન બીટના જમાદાર પ્રકાશ વાઘેલા દ્વારા આ વીડિયોની પુષ્ટી કરાયા બાદ આ તમામ 13 હોમગાર્ડ જવાન પર ઓલપાડ પોલીસ મથકે જાહેરમાં દારૂ પીને કાયદો વ્યવસ્થાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. જેમાં સાયણ ઇન્ચાર્જ કમાન્ડર બળદેવ રાઠોડ સહિતના 13 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં આલ્કોહોલના મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત તો એ કે આ તમામ હોમગાર્ડ દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિનને દિવસે દારૂની મહેફિલ યોજી દારૂ ઢીંચવામાં આવ્યો હતો અને તેનું મેડિકલ ટેસ્ટિંગ બે દિવસ બાદ 27 જાન્યુઆરીના મોડીરાત્રે કરવામાં આવતા આ પીધ્ધડોનો રિપોર્ટ પોઝિટિવ આવશે કે કેમ એ સવાલ શંકા ઉપજાવે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે સાયણ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.આર. રાઠોડ પાસે આ કેસની તપાસ હોય હવે એ હોમગાર્ડ જિલ્લા કમાન્ડરને શું રિપોર્ટ કરે એના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

ઓલપાડના દરિયાકાંઠે હોમગાર્ડના જવાનો દારૂ પીને ઝૂમ્યા, તપાસના આદેશ

દારૂની મહેફિલમાં પકડાયેલા આરોપી તેમજ ફરજમુક્તો યાદી

1. રણવીરસિંહ બલવંતસિંહ
2. દીપક રતનજી પટેલ
3. અંકિત જિગ્નેશ સિદ્ધપુરિયા
4. બળદેવ કાંતિલાલ રાઠોડ (ઇન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડિંગ)
5. મહેશ રમેશ રાઠોડ
6. રમેશ ગોવિંદ ઝીન્ઝુવાડિયા
7. અમિત કેશવ મૈસુરીયા
8. અનિલ જશવંત રાઠોડ
9. સાજીદ અમીર શેખ
10. દેવેન્દ્ર ગોમાન આહીર
11. કિરણ જીતુભાઈ પટેલ
12. દિવ્યાંગ નટવર સુરતી
13. ડેનિશ હરીશ પ્રજાપતિ

શું હતી મેટર ? 

સુરત જિલ્લના ઓલપાડ ખાતે આવેલ ડભારી દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર સહિત કેટલાક હોમગાર્ડના જવાનો દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. આ કર્મચારી પાંચ જેટલી દારૂની બોટલ દારૂ પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી. હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવતા નજરે પડી રહ્યા છે. વીડિયો વાયરલ થઈ ગયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ હોમગાર્ડ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે તે દિશા માં પણ તપાસ  શરુ કરવામાં આવી છે.

ઓલપાડના દરિયાકાંઠે હોમગાર્ડના જવાનો દારૂ પીને ઝૂમ્યા, તપાસના આદેશ

આ વીડિયો 26 જાન્યુઆરી નો હોવાનું કહેવાય છે. વીડિયોમાં 6 થી 7 યુવકો દારૂની પાર્ટી માણતા દેખાઈ રહ્યાં છે. યુવકો બીચ પર હંગામો કરતા દેખાઈ રહ્યાં છે. પહેલા તો દારૂની બોટલ અને બાઈટિંગ નજરે પડે છે. તો બાદમાં યુવકો માથા પર દારૂની બોટલ મૂકીને નાચવા લાગે છે. ફિલ્મો ગીતો વગાડીને યુવકોએ ઠુમકા માર્યા હતા. દરિયા કિનારે નાચગાન કરી રહેલા આ યુવકો નશામાં ચૂર થયેલા દેખાઈ રહ્યાં છે.

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. 26મી જાન્યુઆરીના દિવસે એક તરફ દેશમાં અને શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ સાયણ યુનિટના ઇન્ચાર્જ કમન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો આ રીતે પાર્ટી કરી રહ્યા હોવાની ઘટના શરમજનક કહી શકાય.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ