130 ગાડી ના અકસ્માત
અમેરિકાના ટેક્સાસમાં ભીષણ રોડ અકસ્માત થયો જ્યાં બર્ફીલા રસ્તો વધુ લપસણો થઈ જતા લગભગ 130 જેટલી ગાડીઓ પરસ્પર ટકરાઈ અને આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ડઝન જેટલા લોકો ઘાયલ થયા. અમેરિકાના કેટલાક ભાગોમાં બર્ફીલા તોફાનને કારણે સમગ્ર રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી અને કહેવાતું હતું કે અકસ્માત આ કારણએ જ થયો હતો.
હાલમાં એક એટલો ગંભીર અકસ્માત સર્જાયો હતો કે, વાહનો એક બીજાની ઉપર ચઢી ગયા હતા. ઘણી ગાડીઓ ટ્રકો નીચે દબાઇ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત બાદ બે કિલોમીટરથી વધુ વિસ્તારને અસર થઈ હતી.
ભયાનક અકસ્માત બાદ ડઝનબંધ લોકો બર્ફીલા તોફાનની વચ્ચે રાતભર ફસાયેલા રહ્યા. બચાવકર્તાઓએ સવારે ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકર્તાઓએ ઘણી મહેનત કરી હતી. ફોર્ટ વર્થ ફાયર ચીફ જીમ ડેવિસે કહ્યું, “ઘણા લોકો એવા હતા કે જેઓ તેમના વાહનોમાં અટવાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા હાઇડ્રોલિક બચાવ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો હતો.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની છે, જે તોફાનને કારણે સર્જાઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એક ટ્રક પરનો કાબૂ ગુમાવી દેતાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ટ્રકનો કાબુ ગુમાવવાને કારણે કારનો ટોળા ઉમટી પડ્યા હતા.
મેડસ્ટરના પ્રવક્તા મેટ ઝાવડેસ્કીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ઓછામાં ઓછા 65 લોકોની હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી 36 લોકોને ઘટના સ્થળેથી એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યા હતા. આ સિવાય ઘણા લોકોને નજીવી સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ટેક્સાસનો ફોર્ટ વર્થની છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317