મહારાષ્ટ્ર : પૂર સંબંધિત અકસ્માતોમાં 136નાં મોત, 52 હજુ પણ ગુમ, PM મોદીએ વળતરનું કર્યું એલાન..

1116
Published on: 4:01 pm, Sat, 24 July 21
  • રાયગઢના તલાઈ ગામમાં 44 લોકોના મોત
  • ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં લોકોના મોત નિપજ્યા 
  • NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન યથાવત 
  • વરસાદના કારણે 136 લોકોના મોત
  • અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે
  • મહારાષ્ટ્રમાં પૂરથી 200થી વધુ ગામોનો મુખ્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો
  • NDRFની 18 ટીમ 6 જિલ્લામાં તહેનાત કરવામાં આવી

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ તલાઈ ગામમાં ભૂસ્ખલન થયું જેના કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. પોલીસના કહેવા પ્રમાણે મહાડ તાલુકાના તલાઈ ગામમાં મોતનો આંકડો હજું વધી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આજે પણ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત્ છે. વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજથી લઈને અત્યારસુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યનાં 200થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. વરસાદને લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને અડીને આવેલા વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. શનિવારે સવારથી લોનાવલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાયગઢના તિલાયે ગામે ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે. આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે. શિંદેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી અભૂતપૂર્વ ગણાવવામાં આવી રહેલા વરસાદનો કહેર જારી છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનાઓમાં વરસાદના કારણે 136 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે. રાજ્યમા સેનાએ મદદ કાર્ય શરુ રાખ્યું છે.  ખરાબ રીત અસર ગ્રસ્તોમાં થાણે, રાયગઢ, રત્નાગિરી, સાતાર, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાથી 7 હજારથી વધારે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓમાં જીવ ગુમાવનારાને સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર તરફથી 5 લાખ અને કેન્દ્ર તરફથી 2 લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં લોકોને વરસાદથી કોઈ રાહત મળે તેવા સંકેત નથી. કારણ કે ભારતના હવામાન ખાતાએ છ જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરી છે. જે પહેલેથી જ વરસાદથી બેહાલ છે. આઈએમડીએ ‘ભારે વરસાદ’નું પૂર્વાનુમાન કર્યું છે અને સુરક્ષા ઉપાયોની ભલામણ કરી છે. આગામી 24 કલાક માટે કાંઠાના કોંકણ વિસ્તારમાં રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગ જિલ્લાઓની સાથે જ પશ્ચિમી મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાઈ છે.

રાજ્યમાં બચાવ કામગીરી માટે ત્રણેય સેના ઉપરાંત એનડીઆરએફ અને રાજ્યનું બચાવદળ કામ કરી રહ્યાં છે. રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317